બંગાળ: ભાજપની વિજય સંકલ્પ રેલી અટકાવાઇ, પાર્ટી કાર્યકર્તા અને પોલીસમાં ઘર્ષણ
ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ દિલીપ ઘોષે દુર્ગાપુરમાં કહ્યું કે, પોલીસ દ્વારા તેમની પાર્ટી કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ પણ રેલીઓ કરવામાં આવશે
કોલકાતા : રાજ્યમાં અનેક સ્થળો પર ભાજપની વિજય સંકલ્પ રેલીને અટકાવવાનાં કારણે પશ્ચિમ બંગાળમાં રવિવારે અલગ-અલગ સ્થળો પર પાર્ટી કાર્યકર્તાઓ અને પોલીસની વચ્ચે સંઘર્ષ થયો હતો. કાયદાનાં પ્રવર્તકોએ જણાવ્યું કે, શાળા બોર્ડ પરીક્ષાઓ ચાલી રહેવા દરમિયાન જન રેલીઓ પરત પ્રતિબંધના કારણે રેલીઓ માટે અનુમતી નહી હોવાનાં કારણે તેમને મોટર સાઇકલ રેલીઓ અટકાવી. વિજય સંકલ્પ મોટર સાઇકલ રેલી લોકોના સંપર્ક કરવા માટે ભાજપનાં દેશવ્યાપી ચૂંટણી પૂર્વ સંપર્ક અભિયાનનો હિસ્સો છે.
ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે દુર્ગાપુર અને પશ્ચિમ બર્દવાન જિલ્લામાં આસનસોલ, મિદનાપુર શહેર અને પશ્ચિમ મિદનાપુરનાં ગોઆલતોર અને દક્ષિણ દિનાજપુરનાં બાલુરઘાટમાં તે સમયે ઘર્ષણ થયું જ્યારે તેઓ મોટર સાઇકલ રેલી કાઢી રહ્યા હતા. પોલીસે ભાજપ કાર્યકર્તાઓને વિખેરી નાખવા માટે આસનસોલ અને ગોઆલતોરમાં લાઠીચાર્જ કર્યું જેમાં
બંન્ને તરફથી કેટલાક લોકો ઘાયલ થઇ ગયા.
ભાજપનાં રાજ્ય એકમોના અધ્યક્ષ દિલીપ ઘોષે દુર્ગાપુરમાં કહ્યું હતું કે, પોલીસ દ્વારા તેમને તથા પાર્ટી કર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ રેલીઓ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ખુબ જ તણાવ ચાલી રહ્યો છે.