કલકત્તા: પુત્રએ 2 વર્ષ સુધી ફ્રીજમાં સંતાડીને રાખી હતી માતાની લાશ, આ રીતે થયો ખુલાસો
પશ્વિમ બંગાળમાં એક હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. પોલીસને ફ્રીજમાંથી એક મહિલાની લાશ મળી આવી છે જે લગભગ બે વર્ષથી તેમાં રાખવામાં આવી હતી. આ ઘટના કલકત્તાના બેહાલા વિસ્તારની છે.
કલકત્તા: પશ્વિમ બંગાળમાં એક હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. પોલીસને ફ્રીજમાંથી એક મહિલાની લાશ મળી આવી છે જે લગભગ બે વર્ષથી તેમાં રાખવામાં આવી હતી. આ ઘટના કલકત્તાના બેહાલા વિસ્તારની છે. એએનઆઇના અનુસાર પોલીસને બેહાલા સ્થિત એક ઘરમાં ફ્રીજમાંથી મહિલાની લાશ મળી છે. મળતી માહિતી અનુસાર તેના જ પુત્રએ લગભગ બે વર્ષ સુધી ત્યાં રાખી હતી.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં મહિલાના પુત્ર અને પતિની ધરપકડ કરી છે. પોલીસ તપાસ પણ શરૂ કરી દીધી છે.