VIDEO: કપડા ઉતારીને જિમમાં મહિલા પર તૂટી પડ્યો ટ્રેનર, હચમચાવી મુકશે આ ઘટના
પશ્ચિમ બંગાળના રાણાઘાટની આ ઘટના તમને હચમચાવી નાંખશે. અહીં એક જિમમાં મહિલા એક્સરસાઈઝ કરી રહી હતી, ત્યારે જિમમાં હાજર ટ્રેનર તેના પર તૂટી પડ્યો હતો. મહિલાને શારીરિક રીતે હેરાન કરી અને તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પહોંચી હતી અને ટ્રેનરની ધરપકડ કરી લીધી છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળના રાણાઘાટ જિલ્લામાં એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. અહીં એક જિમમાં જે બન્યું, તે તમે સાંભળશો તો ચોંકી જશો. જિમની અંદર ટ્રેનર ઈદરીશ જમાલે એક મહિલાને હેરાન કરી તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. મહિલાએ પોતાની જાતને બચાવવાની કોશિશ કરી તો માર માર્યો હતો. મહિલાને જમીન પર પાડીને તેના પર બેસી ગયો અને તેની સાથે જબરદસ્તી કિસ કરી હતી. મહિલાએ પોતાની જાતને હવસખોર ટ્રેનરના ચુગાલમાંથી ગમે તેમ કરીને છૂટીને ભાગવામાં સફળ રહી.
બીજી બાજુ આરોપીની તમામ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આરોપીની પોલીસે ધકપકડ કરી લીધી છે. આ ઘટનાનો વીડિયો પણ હાલ સામે આવ્યો છે. વીડિયોમાં ટ્રેનરને મહિલા પર શારીરિક હુમલો કરતા સ્પષ્ટ જોઈ શકાય છે. જેમાં જોવા મળે છે કે એક મહિલા જીમમાં કસરત કરી રહી છે અને ટ્રેનર અચાનક તેના પર હુમલો કરે છે.
ભાગવાનો પ્રયાસ કરતી રહી મહિલા
ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે ટ્રેનરે પોતાના કપડા ઉતાર્યા હતા. તે મહિલાના પાછળ જઈને પકડી લે છે. ત્યારબાદ મહિલા પોતાની જાતને છોડાવે છે અને નીચે પડી જાય છે. તે દરમિયાન મહિલા નીચે જમીન પર પછડાય છે, તે ભાગવાનો પ્રયાસ કરે છે ત્યારે ટ્રેનર તેને માર મારે છે.
મદદ માટે ચીસો પાડે છે
ટ્રેનર મહિલાને બળજબરીથી ફ્લોર પર ખેંચે છે. તેના પર નિર્દયતાથી હુમલો કરે છે. તેને જમીન પર ખેંચે છે અને તેના ચહેરા અને પેટ પર લાતો અને મુક્કાઓ વડે નિર્દયતાથી હુમલો કરે છે. મહિલા રડી રહી છે અને મદદ માટે ચીસો પાડી રહી છે. સમગ્ર વીડિયોમાં મદદ માટે મહિલાની બૂમો સાંભળી શકાય છે.
આરોપીની ધરપકડ
વાયરલ વીડિયોને કારણે એક્સ યુઝર્સમાં રોષ ફેલાયો છે. રાણાઘાટ જિલ્લા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ઈદ્રીશની ધરપકડ કરી હતી. તેમણે સમુદાયને આશ્વાસન પણ આપ્યું કે પીડિતાને કોઈ નુકસાન પહોંચ્યું નથી અને તે સુરક્ષિત છે.
પોલીસે જાહેર કર્યું નિવેદન
રાણાઘાટ જિલ્લા પોલીસે X પર લખ્યું, 'આ વીડિયોમાં અપરાધીની ઓળખ થઈ ગઈ છે અને રાણાઘાટ જિલ્લા પોલીસે તેની ધરપકડ કરી છે. તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત મહિલાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને હાલમાં તે સુરક્ષિત છે.