નવી દિલ્હી : પશ્ચિમ રેલ્વેએ મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઇંદોરથી ચાલતી 39 રેલગાડીઓમાં મુસાફરી દરમિયાન યાત્રીને માલિશની સુવિધા આપીને વધારાની કમાણી કરવાનાં પ્રસ્તાવને પરત લેવાનો નિર્ણય લેવાયો છે. રેલવેએ આ પ્રસ્તાવને સમાજનાં અલગ અલગ તબક્કાનાં લોકોએ વિવાદાસ્પદ ગણાવતા તેના પર સવાલ ઉઠાવ્યા હતા. પશ્ચિમ રેલવેએ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, રતલામ મંડલે ઇંદોરથી ચાલતી 39 ટ્રેનોમાં યાત્રીઓને માલિશની સુવિધા આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જો કે જેમ કે આ ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચ્યો, તેને પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. પશ્ચિમ રેલવે ગ્રાહકોની સલાહનો આદર કરે છે અને તેના પર સમયાંતરે પગલા ઉઠાવીને તેને લાગુ પણ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકવાદીઓનું ફંડિગ અટકાવવા ગૃહમંત્રાલયે બનાવ્યું ટેરર મોનિટરિંગ ગ્રુપ
પશ્ચિમ રેલવેની આ યોજના પર ક્ષેત્રીય ભાજપ સાંસદ શંકર લાલવાણી બાદ લોકસભા અધ્યક્ષ સુમિતાર મહાજને પણ સવાલ ઉઠાવ્યા હતા. લોકસભા અધ્યક્ષે આ અંગે રેલમંત્રી પીયુષ ગોયલને શુક્રવારે પત્ર લખ્યો હતો. મહાજને પત્રમાં પુછ્યું કે, આ પ્રકારની સુવિધા માટે ચાલતી રેલગાડીમાં કોઇ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે, કારણ કે તેના કારણે યાત્રીઓ ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સહજાથી સંબંધમાં કેટલાક પ્રશ્ન હોઇ શકે છે. 


મમતા બેનર્જીને રાજ્યપાલની સલાહ, ડોક્ટર્સની સુરક્ષા માટે ઉઠાવો તત્કાલ પગલા
અમે રામ નામે ક્યારે પણ મત નથી માંગ્યા અને ન માંગીશું: સંજય રાઉત
મહાજને પહેલા, ઇંદોર ક્ષેત્રનાં નવચૂંટાયેલા ભાજપ સાંસદ શંકર લાલવાણી પણ મસાજ યોજના અંગે રેલમંત્રીને પત્ર લખી ચુક્યા છે. લાલવાણીએ ગોયલને 10 જુને લખેલા પત્રમાં ભારતીય સંસ્કૃતીનાં માનકોનો હવાલો ટાંકતા રેલવે પ્રસ્તાવિત માલિશ સેવાને સ્તરહીન ગણાવ્યું હતું. આ સાથે જ તેમને અપીલ કરવામાં આવી હતી કે તેઓ આ યોજના મુદ્દે જનમાનસની ભાવનાઓ અનુસાર પુનર્વિચાર કરે. 


AN-32 દુર્ઘટનાની તપાસ કરી સુનિશ્ચિત કરીશું કે ફરી આવું ન થાય: વાયુસેના પ્રમુખ
ચાલતી ટ્રેનમાં સવારે 6થી રાત્રે 10 વાગ્યા વચ્ચે યાત્રીઓનાં સંપુર્ણ શરીરની નહી પરંતુ માથા અને પગ જેવા અંગોની માલિશ કરવાની યોજના બનાવી હતી. આ સેવાના બદલે યાત્રીઓને 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયાની ત્રણ અલગ અલગ પેકેજની શ્રેણીઓમાં શુલ્ક લાવવાનો પ્રસ્તાવ હતો. આ સેવાથી પશ્ચિમ રેલવેએ વાર્ષિક 20 લાખ રૂપિયાની આવકની આશા વ્યક્ત કરી હતી.