લક્ષ્મણ રેખાનું સન્માન કરો, રાજદ્રોહના કાયદા પર પ્રતિબંધ બાદ બોલ્યા કિરણ રિજિજૂ
સુપ્રીમ કોર્ટના દેશદ્રોહના કાયદા પર ચુકાદા બાદ કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, તે કોર્ટની સ્વતંત્રતાનું સન્માન કરે છે, પરંતુ બધાએ લક્ષ્મણ રેખાનું સન્માન કરવું જોઈએ.
નવી દિલ્હીઃ દેશદ્રોહના કાયદા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવ્યા બાદ હવે તમામ પ્રતિક્રિયાઓ આવી રહી છે. સર્વોચ્ચ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ કહ્યુ કે, તે કોર્ટ અને તેની સ્વતંત્રતાનું સન્માન કરે છે, પરંતુ એક 'લક્ષ્મણ રેખા' છે જેને પાર કરી શકાય નહીં.
સર્વોચ્ચ કોર્ટના ચુકાદા બાદ દેશદ્રોહના કાયદા પર હાલ પ્રતિબંધ લાગેલો રહેશે કારણ કે હજુ સરકાર તેના પર સમીક્ષા કરી રહી છે. તો સુપ્રીમના નિર્ણય બાદ દેશદ્રોહના આરોપમાં જેલમાં બંધ આરોપી જામીન માટે અરજી કરી શકે છે. સુપ્રીમે આજે કેન્દ્રના તે તર્કને ફગાવી દીધો કે કોર્ટમાં આ પ્રકારના કેસ યથાવત રહેવા જોઈએ કારણ કે આતંકવાદ જેવા આરોપ સામેલ થઈ શકે છે.
પત્ની સાથે બળાત્કાર ગુનો કે નહીં? દિલ્હી હાઈકોર્ટના જજોમાં મતભેદ, અલગ-અલગ ચુકાદો
કાયદા મંત્રીએ કહ્યું- અમે એક-બીજાનું સન્માન કરીએ છીએ. કોર્ટે સરકાર, ન્યાયપાલિકાનું સન્માન કરવુ જોઈએ, તેથી સરકારે પણ કોર્ટનું સન્માન કરવું જોઈએ. અમારી પાસે મર્યાદાનું સ્પષ્ટ સીમાંકન છે અને લક્ષ્મણ રેખાને કોઈ દ્વારા પાર ન કરવી જોઈએ. પરંતુ રિજિજૂએ તે સવાલનો જવાબ આપવાનું ટાળ્યુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સુપ્રીમ કોર્ટના ચુકાદો તેમની નજરમાં ખોટો છે?
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube