ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કરી ચૂકેલા ચંદ્રયાન 3ને 15 દિવસ થઈ ચૂક્યા છે. વિક્રેમ લેન્ડરમાંથી બહાર આવીને પ્રજ્ઞાન રોવરે 14 દિવસમાં ચંદ્રની સપાટીનો બારીકાઈથી અભ્યાસ કર્યો. હવે જો કે ચંદ્રમા પર રાત પડી છ તો માઈનસ 280 ડિગ્રીના તાપમાન પર રોવર વિક્રમની અંદર આરામ કરી રહ્યું છે. સોલર ઉર્જાથી ચાલતા રોવરની બેટરી  ફૂલ ચાર્જ છે અને 14 દિવસ બાદ રોવરની ચંદ્ર પર ફરીથી યાત્રા શરૂ થઈ શકે છે. આ 14 દિવસની અંદર રોવરે ચંદ્ર પર અનેક મહત્વપૂર્ણ તત્વોની શોધ  કરી છે. આ સાથે જ દુર્લભ તસવીરો પણ મોકલી છે. ઈસરોએ હવે પ્રજ્ઞાન રોવર દ્વારા મોકલવામાં આવેલી લેટેસ્ટ તસવીરને અનોખા અંદાજમાં રજૂ કરી છે. આ  તસવીરમાં ચંદ્રની સપાટી લાલ અને વાદળી રંગની જોવા મળી રહી છે.  ચંદ્ર પર આ નિશાન કેવી રીતે બની ગયા.


ઈસરો દ્વારા 5મી સપ્ટેમ્બરે મંગળવારે સાંજે એક્સ (અગાઉ ટ્વિટર) પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી. આ તસવીરમાં ઈસરોએ પ્રજ્ઞાન રોવર દ્વારા મોકલવામાં આવેલી 30 ઓગસ્ટની એક તસવીરને રીપોસ્ટ કરી છે. ઈસરોએ આ પોસ્ટ સાથે જાણકારી આપી કે આ તસવીર એનાગ્લિફ સ્ટીરિયો કે મલ્ટી વ્યૂ છબીઓથી ત્રણ યાયામોમાં વસ્તુ કે વિસ્તારનું એક સરળ દ્રશ્ય છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube