નવી દિલ્હી: રાજસ્થાનમાં ઓડિયો ટેપ વાયરલ થવાનો મામલો ખુબ ચર્ચામાં છે. આ ટેપ ધારાસભ્યોની ખરીદી સાથે જોડાયેલો છે. આ મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારે કેસ નોંધાવ્યો હતો. જાણો છો ભારતમાં ફોન ટેપીંગના શું નિયમ છે. કોઇપણ વ્યક્તિનો ફોન કયા આધાર પર ટેપ થઈ શકે છે. તેના માટે કોની મંજૂરી લેવી પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વેલન્સ પર પોતાની પકડ રાખતા નોઇડાના DSP (ACP) STF વિનોદ સિંહ સિરોહી જણાવે છે કે, પોન ટેપીંગ માટે પોલીસ તંત્રને ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી પડે છે. કોઇપણનો ફોન ટેપ કરવો એટલું સરળ નથી. તેના માટે કેટલીક જોગવાઇઓ છે.


આ પણ વાંચો:- IMAએ કોરોનાના 'કમ્યુનિટી ટ્રાન્સમિશન' પર આપ્યું મોટું નિવેદન


તેમનું કહેવું છે કે આંતરિક સુરક્ષા કે દેશની સુરક્ષાની બાબતમાં જ્યારે કાયદો અને વ્યવસ્થા માટેના અન્ય પગલાં અસરકારક નથી હોતા, ત્યારે જ ફોન ટેપીંગનો વિકલ્પ લેવામાં આવે છે. આ અગાઉ ટ્રેસિંગની બધી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. પછી ફોન ટેપીંગ એ છેલ્લો વિકલ્પ છે.


પોલીસ કાર્યવાહી દરમિયાન જ્યારે આંતરિક સુરક્ષાના મામલે તાત્કાલીક કોઇને સર્વેલન્સમાં લઇ જઇ તેનો ફોન ટેપીંગની જરૂરીયાત હોય છે તો અપેક્ષાના અંતર્ગત સાત દિવસની મંજૂરી મળી શકે છે. આ મંજૂરી આઇજી સ્તરના અધિકારીઓથી મળે છે પરંતુ તે દરમિયાન સરકારની મંજૂરી લેવી પણ ફરજિયાત છે.


આ પણ વાંચો:- ગજેન્દ્ર સિંહ શેખાવતને SOGની નોટિસ, કેન્દ્રીય મંત્રીનો વોઈસ ક્લિપ અંગે સવાલ-કોણે રેકોર્ડ કરી?


દેશના કિસ્સામાં, આ મંજૂરી ગૃહ મંત્રાલય અને રાજ્યના કિસ્સામાં પણ સરકારે રાજ્યોને સત્તા આપેલી છે. અહીં પણ ગૃહ સચિવ પાસે રાજ્ય કક્ષાના ગુના અથવા આંતરિક સુરક્ષા જેવા મહત્વના કેસોમાં ફોન ટેપીંગ માટે મંજૂરી આપવાની સત્તા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube