આગરાઃ તાજમહેલની સુંદરતાથી અભિભૂત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભ્રમણ કરવાની સાથે વિઝિટર બુકમાં લખ્યું કે, આ ભારતની શાનદાર અને વિવિધતાપૂર્ણ સંસ્કૃતિનો અમિટ દસ્તાવેજ છે. તાજમહેલ પ્રેરણા આપે છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ પત્ની મેલાનિયા સહિત પુત્રી ઇવાન્કા અને જમાઈ જેરેડ કુશનરની સાથે આગરા એરપોર્ટ પર કલાકારોના પ્રદર્શનને નિહાળ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પ અને મેલાનિયાએ તાજમહેલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગાઇડ નિતિન સિંહે ટ્રમ્પ દંપતિને પ્રેમના પ્રતિક સમા તાજમહેલનું ભ્રમણ કરાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગરા પહોંચ્યા તો 13 કિલોમીટર લાંબા રસ્તા પર લગભગ 25 હજાર શાળાના વિદ્યાર્થીઓએ જગ્યા-જગ્યા પર તેમનું સ્વાગત કર્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...