નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય ગરમાવો છે. પ્રશાસને જમ્મુમાં સોમવાર સવારે 6 વાગ્યાથી કલમ 144 લાગુ કરી દીધી છે. આ ઉપરાંત જમ્મુના 8 જિલ્લાઓમાં સીઆરપીએફની 40 ટુકડીઓ તહેનાત કરી દીધી છે. શ્રીનગરમાં કલમ 144 લગાવવામાં આવી છે. તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ કરી દેવાઈ છે. રવિવાર રાતથી શ્રીનગર સહિત અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પણ બંધ કરી દેવાઈ છે. આર્ટિકલ 35એને લઈને પણ ખુબ ચર્ચાઓ કરવામાં આવી છે. કલમ 35એની બંધારણીય સ્થિતિ શું છે? આ કલમ ભારતીય બંધારણનો ભાગ છે કે નહીં? તેના સ્પષ્ટીકરણ માટે 'વી ધ સિટિઝન્સ'એ સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી છે. તમે પણ જાણો... કે આખરે આ આર્ટિકલ 35A છે શું અને જો તેને હટાવવામાં આવી તો જમ્મુ અને કાશ્મીરમાં શું ફેરફાર આવશે. આમ તો કલમ 35એ એ કલમ 370ની પેટાકલમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલમ 35એ હેઠળ જમ્મુ અને કાશ્મીરના રહીશોને ખાસ અધિકાર મળેલા છે. ભારતના તમામ રાજ્યોમાં લાગુ થતા કાયદા આ રાજ્યમાં લાગુ થતા નથી. દાખલા તરીકે 1965 સુધી જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલની જગ્યાએ સદર એ રિયાસત અને મુખ્યમંત્રીની જગ્યાએ વડાપ્રધાન હતાં. ભાગલાવાદી નેતાઓ નથી ઈચ્છતા કે આ કલમ હટાવવામાં આવે. આવો જાણીએ આખરે શું છે આ કલમ 35એ અને શાં માટે આટલી બબાલ મચી છે. 


જમ્મુ કાશ્મીરમાં શું થવા જઈ રહ્યું છે? ગણતરીના કલાકોમાં પડશે ખબર! આજે કેબિનેટ બેઠક 


બંધારણમાં નથી ઉલ્લેખ
તમને જાણીને આશ્ચર્ય થશે કે બંધારણના પુસ્તકોમાં ક્યાંય જોવા ન મળનારી આ કલમ 35એ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાને એ અધિકાર આપે છે કે તે સ્થાયી નાગરિકની વ્યાખ્યા નક્કી કરી શકે. હકીકતમાં બંધારણની કલમ 35એને 14મી મે 1954માં રાષ્ટ્રપતિના આદેશથી બંધારણમાં જગ્યા મળી હતી. બંધારણ સભાથી લઈને કોઈ પણ કાર્યવાહીમાં ક્યારેય કલમ 35એનો બંધારણનો ભાગ બનવાના સંદર્ભમાં કોઈ બંધારણ સંશોધન કે બિલ લાવવાનો ઉલ્લેખ જોવા મળતો નથી. કલમ 35એને લાગુ કરવા માટે તત્કાલિન સરકારે કલમ 370 હેઠળ પ્રાપ્ત શક્તિનો ઉપયોગ કર્યો હતો. 


શું છે આ કલમ 35એ
કલમ 35એ દ્વારા જમ્મુ અને કાશ્મીર સરકારને ત્યાંની વિધાનસભામાં સ્થાયી નાગરિકોની વ્યાખ્યા અને નાગરિકોના અધિકાર નક્કી કરવાનો અધિકાર મળેલો છે. જેનો અર્થ એ થયો કે રાજ્ય સરકારને એ અધિકાર છે કે તેઓ આઝાદી સમયે અન્ય જગ્યાએથી આવેલા નાગરિકો અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ અને કાશ્મીરમાં કયા પ્રકારની સગવડો આપે અથવા ન આપે. 


ક્યારે લાગુ થઈ હતી આ કલમ
14મી મે 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ પસાર કર્યો હતો. આ આદેશ દ્વારા ભારતના બંધારણમાં એક નવી કલમ 35એ ઉમેરાઈ.


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...