અમેરિકા સાથે થયેલી COMCASA શું છે, ભારતને તેનાંથી શું થશે ફાયદો ?
અમેરિકા પોતાનાં ખાસ ગણાતા દેશો સાથે 4 પ્રકારની સંધીઓ કરે છે જે પૈકીની ત્રીજી સંધી ભારત સાથે થઇ. આ પ્રકારની સંધી કરનારો ભારત એક માત્ર બિન નાટો દેશ
નવી દિલ્હી : અમેરિકાની સાથે ગુરૂવારે થયેલી COMCASA ડીલ ભારતીય સશસ્ત્ર દળોના માટે ઘણી મહત્વપુર્ણ છે. ઘણા લાંબા સમયથી આ સમજુતી અંગે ચર્ચા ચાલી રહી હતી. શું ભારતે અમેરિકાની સાથે COMCASA એગ્રીમેન્ટ કરવો જોઇએ ? તે મુદ્દો પણ વિવાદિત હતો કારણ કે ઘણા લોકોનો દાવો હતો કે તેનાં કારણે અમેરિકાને બિનજરૂરી મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવાનો પરવાનો મળી શકે છે. જો કે ગુરૂવારે 2+2 વાર્તા દરમિયાન ભારત અને અમેરિકાની વચ્ચે આ મહત્વપુર્ણ સુરક્ષા સમજુતી થઇ હતી.
આ ડીલ કેટલી મહત્વની છે, તેનો અંદાજ તે બાબત પરથી જ લગાવી શકાય છે કે, હવે અમેરિકા પોતાની સંવેદનશીલ સુરક્ષા ટેક્નોલોજીને પણ ભારતને વેચી શકશે. ભારત પહેલા એવો બિન નાટો દેશ હશે જેને અમેરિકા આ સુવિધા આપશે. બે વખત સ્થગીત થયા બાદ 2+2 મંત્રણા પર સૌની નજર હતી. આખરે અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને સંરક્ષણમંત્રી જીમ મૈટિસે નવી દિલ્હીમાં ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ સાથે બેઠક યોજી હતી. આવો જાણીએ આ બહુચર્ચિત COMCASA સમજુતી શું છે તે અંગે કેટલીક મહત્વની માહિતી....
- COMCASAનું આખુ નામ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ઓન સિક્યોરિટી મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (COMCASA)નું ભારતીય વર્ઝન છે. ભારત અને અમેરિકા આ સમજુતી બાત બંન્ને દેશોની સેનાઓ એક બીજાની વધારે નજીક આવશે અને તેમની અંદર આંતરિક સહયોગ પણ વધશે.
- COMCASAનું ફુલ ફોર્મ કમ્યુનિકેશન્સ કોમ્પેટિબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ છે. તે આ મુળભુત સમજુતીઓ પૈકીની એક છે જે અમેરિકા પોતાનાં સહયોગી અને નજીકનાં દેશો સાથે કરે છે. જેના કારણે સેનાઓની વચ્ચે સહયોગ વધી શકે છે.
- COMCASA હેઠળ ભારતને પોતાની સેના માટે અમેરિકા પાસેથી કેટલીક આધુનિક સંચાર પ્રણાલી મળવાની પરવાનગી મળી શકે છે. આ પ્લેટફોર્મ C-17, C-130 અને P-8I એરક્રાફ્ટ, અપાચે અને ચિનુક હેલિકોપ્ટર મહત્વનાં છે. અત્યાર સુધી આ સંધી પર હસ્તાક્ષર નહી થયેલા હોવાનાં કારણે ભારત વાણિજ્યિક રીતે ઉપલબ્ધ સંચાલન પ્રણાલીઓનો ઉપયોગ કરી રહ્યું હતું. જે પ્રમાણમાં નબળી હતી.
- ગુરૂવારે 2+2 મંત્રણા બાદ આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તેના કારણે ભારતને આધુનિક ડિફેન્સ સિસ્ટમ મળશે. તે ઉપરાંત હાલના અમેરિકા મુળના પ્લેટફોર્મનો પણ ભારત ઉપયોગ કરી શકશે.
- ભારત પહેલા જ અમેરિકા સાથે ચાર પૈકી 2 સમજુતીઓ કરી ચુક્યું છે. જેમાં 2002માં જનરલ સિક્યોરિટી ઓફ મિલિટરી ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ (GSIMOA) અને 2016માં લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (LEMOA). હવે COMCASA સમજુતી થયા બાદ એક માત્ર સમજુતી બેઝીક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ ફોર જિયો - સ્પેશ્યલ કોઓપરેશન (BECA) બાકી રહ્યું છે.
- આ ડીલ બાદ હવે કાયદાકીય રીતે અમેરિકા પાસેથી ભારતને આધુનિક સંચાર સુરક્ષા ઉપકરણ મળી શકશે. જે અંગે કહેવાય છે કે, તેઓ ભારત દ્વારા ઉપયોગમાં લેવાતા હાલની સિસ્ટમ કરતા ઘણી વધારે સુરક્ષીત છે.