આ વર્ષે પણ `અલ નીનો` હાલત બગાડશે! ભયંકર ગરમી માટે થઈ જાઓ તૈયાર, જાણો કોણે કરી ભવિષ્યવાણી
સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક હવામાન વિજ્ઞાન સંગઠને કહ્યું કે જૂન અને ડિસેમ્બર વચ્ચે દર મહિને તાપમાનના નવા રેકોર્ડ બન્યા હતા. આ વર્ષે પણ ગ્લોબલ વોર્મિંગના પગલે અલ નીનો જેવી હવામાન ઘટનાઓને કારણે આ પેટર્ન ચાલુ રહેવાની શક્યતા છે.
આ વર્ષે ભયંકર ગરમી માટે તૈયાર રહેજો. સંયુક્ત રાષ્ટ્ર (UN) એ પોતે આ ચેતવણી આપી છે. યુએનએ શુક્રવારે કહ્યું કે અલ નીનોના કારણે આ વર્ષે રેકોર્ડ તોડનારા 2023ની સરખામણીમાં વધુ ગરમી પડી શકે છે. આ સાથે જ યુએનએ જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા માટે ઉત્સર્જનમાં ભારે કાપ મૂકવાની પણ અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક હવામાન વિજ્ઞાન સંગઠને કહ્યું કે જૂન અને ડિસેમ્બર વચ્ચે દર મહિને તાપમાનના નવા રેકોર્ડ બન્યા હતા. આ વર્ષે પણ ગ્લોબલ વોર્મિંગના પગલે અલ નીનો જેવી હવામાન ઘટનાઓને કારણે આ પેટર્ન ચાલુ રહેવાની શક્યતા છે.
અલ નીનો શું છે?
અત્રે જણાવવાનું કે અલ નીનો ઈફેક્ટ એક હવામાન સંબંધિત ઘટના છે. આ સ્થિતિ મધ્ય અને પૂર્વ પ્રશાંત સાગરમાં સમુદ્રનુ તાપમાન સામાન્યથી વધુ રહેવા પર બને છે. આ ઈફેક્ટના કારણે તાપમાન ખુબ ગર્મ રહે છે. જેના કારણે પશ્ચિમી પ્રશાંત ક્ષેત્રમાં રહેલું ગરમ સપાટીવાળું પાણી ભૂમધ્ય રેખા સાથે પૂર્વ તરફ આગળ વધવા લાગ છે, જેનાથી ભારતના હવામાન પર અસર પડે છે. આવી સ્થિતિમાં ભયાનક ગરમીનો સામનો કરવો પડે છે અને દુષ્કાળ જેવા હાલાત સર્જાવવા લાગે છે. જેની અસર પછી આખી દુનિયા પર જોવા મળે છે. અલ નીનો દર બેથી સાત વર્ષમાં થાય છે. પરંતુ જળવાયુ પરિવર્તનના કારણે તેનો સમયગાળો હવે વધવા લાગ્યો છે.
યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ)એ ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે ત્રણમાંથી એક વખત એવું બની શકે કે જ્યારે ગત વર્ષ 2023 જે સૌથી વધુ ગરમ રહ્યું તેના કરતા 2024માં ગરમ સ્થિતિ જોવા મળે. આ સાથે જ તેણે કહ્યું કે 99 ટકા ચાન્સ છે કે 2024 અત્યાર સુધીના પાંચ સૌથી ગરમ વર્ષમાંથી એક રહે. નાસાના જળવાયુ વૈજ્ઞાનિક અને નાસા ગોડાર્ડ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝના ડાયરેક્ટર ગેવિન શ્મિટે અનુમાન કરતા કહ્યું કે સંભાવના તેના કરતા પણ વધુ છે.
તેમણે એએફપીને જણાવ્યું કે મે તેને લગભગ 50-50 ચાન્સ પર રાખ્યું છે. એટલે કે 50 ટકા શક્યતા છે કે આ વર્ષ (સૌથી) ગરમ હશે અને 50 ટકા શક્યતા છે કે તે થોડું થંડુ રહેશે. તેમણે કહ્યું કે પૃથ્વીની જળવાયુ પ્રણાલીઓમાં 'રહસ્યમય' પરિવર્તનના સંકેત છે. આમ છતાં એવું હશે કે તેની પુષ્ટિ કે ખંડન કરવા માટે વધુ ડેટાની જરૂર છે.
સંયુક્ત રાષ્ટ્રની WMO હવામાન અને જળવાયુ એજન્સીએ કહ્યું કે ગત વર્ષ જુલાઈ અને ઓગસ્ટ બે સૌથી ગરમ મહિના નોંધાયા હતા. ગત વર્ષ અધિકૃત રીતે પુષ્ટિ કરાઈ હતી કે 2023 'મોટા અંતર'થી રેકોર્ડ સૌથી વધુ ગરમ વર્ષ હતું. તેમાં કહેવાયું છે કે 2023નું વાર્ષિક સરેરાશ વૈશ્વિકતાપમાન પૂર્વ-ઔદ્યોગિક સ્તર (1850-1900)થી 1.45 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.
અલ નીનો 2023ના મધ્યમાં ઊભરી આવ્યું
2015ના પેરિસ જળવાયુ સંધિનું લક્ષ્ય ગ્લોબલ વોર્મિંગને પૂર્વ-ઔદ્યોગિક સ્તરોથી બે ડિગ્રી સેલ્સિયસથી નીચે અને જો શક્ય હોય તો 1.5સી સુધી સિમિત કરવાનું હતું. ડબલ્યુએમઓના નવા મહાસચિવ સેલેસ્ટે સોલોએ ચેતવણી આપી કે અલ નીનો 2023ના મધ્યમાં ઊભર્યું હતું અને હવે તેના 2024માં ગરમીને વધુ વધારવાની પણ શક્યતા છે. અલ નીનો કુદરતી રીતે ઉત્પન્ન થનારી જળવાયુ પેટર્ન છે જે સામાન્ય રીતે દુનિયાભરમાં વધતી ગરમી સાથે જોડાયેલું હોય છે. તેના વિક્સિત થયા બાદ સામાન્ય રીતે વર્ષમાં વૈશ્વિક તાપમાન વધી જાય છે.
રેકોર્ડ તૂટ્યા
જળવાયુ સંકટનો સૌથી સ્પષ્ટ સંકેત 2023માં દુનિયાભરમાં આવેલી અભૂતપૂર્વ ગરમીની લહેરો છે. રેકોર્ડ પર પૃથ્વીના સૌથી ગરમ વર્ષે આપણને એક ઝલક દેખાડી કે 1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વૃદ્ધિ સાથે એક સામાન્ય વર્ષ કેવું દેખાઈ શકે છે. પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી સતત 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગ્લોબલ ગરમીની પૃથ્વી પ્રણાલી પર ધુ અને અપરિવર્તનીય પ્રભાવ પડવાની આશંકા છે. લગભગ 77 દેશોએ ઓછામાં ઓછા 45 વર્ષોમાં પોતાના ઉચ્ચતમ સરેરાશ વાર્ષિક તાપમાનનો અનુભવ કર્યો. કેનેડાથી લઈને બ્રાઝીલ, સ્પેનથી લઈને થાઈલેન્ડ સુધી તાપમાનના રેકોર્ડ તૂટ્યા. ઉચ્ચ તાપમાનની સાથે મોટાભાગે હવામાં ભેજ ખુબ ઓછો હોય છે. વૈશ્વિક જમીન સપાટીનો ભેજ 2023માં રેકોર્ડ પર બીજો સૌથી સૂકો હતો.
2023માં અનેક દેશોમાં સરેરાશ વાર્ષિક તાપમાન રેકોર્ડ કરાયું. ત્રણ મહાદ્વીપોમાં ગંભીર દુકાળ પડ્યો. દુનિયાના સૌથી મોટા જંગલોને નુકસાન થયું, કેન્ડા ભીષણ આગ સામે ઝઝૂમી રહ્યું છે અને અમેઝોન દુષ્કાળથી ખરાબ રીતે પ્રભાવિત છે. 2023ની રેકોર્ડબ્રેક ગરમી, વિનાશકારી તોફાન અને પુર, ભારે દુષ્કાળ અને ભીષણ જંગલની આગનું વર્ષ હતું. આ ઘટનાઓથી ખબર પડી કે જળવાયુ પરિવર્તન વૈશ્વિક જળચક્ર અને આપણી આજીવિકાને કેવી રીતે પ્રભાવિત કરી રહ્યું છે.