G-20 શું છે, તેની સ્થાપના ક્યારે થઈ હતી; ભારત પહેલા આ દેશોમાં થઈ ચુક્યું છે આયોજન
G20 Summit Countries Name: જી20ને બન્યાના 24 વર્ષ થઈ ચુક્યા છે. ભારતની પાસે 1 ડિસેમ્બર 2022થી લઈને 30 નવેમ્બર 2023 સુધી જી20ની કમાન છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં 18મી સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલા ક્યા-ક્યા દેશ જી20નું આયોજન કરી ચુક્યા છે, જાણો...
નવી દિલ્હીઃ G20 Summit Timing: G-20 શિખર સંમેલન માટે વધુ સમય બાકી નથી. ભારત 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી 2023ની G-20 સમિટનું આયોજન કરશે. G-20 એ વિશ્વના 20 દેશોનો સમૂહ છે. તેને 20 દેશોના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોનું જૂથ પણ કહેવામાં આવે છે. 1 ડિસેમ્બર 2022 થી 30 નવેમ્બર 2023 સુધી G20ની કમાન ભારત પાસે છે.
કોણ છે જી-20ના સભ્ય દેશ
આ જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, યુરોપિયન યુનિયન, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનો સમાવેશ થાય છે. સ્પેન કાયમી મહેમાન દેશ છે, જેને દર વર્ષે આમંત્રિત કરવામાં આવે છે.
ક્યારે થઈ હતી જી-20ની સ્થાપના
G-20 ની સ્થાપના વર્ષ 1999 માં થઈ હતી. આના થોડા સમય પહેલા એશિયામાં આર્થિક સંકટ હતું. આ પછી જર્મનીમાં G-8 દેશોની બેઠક થઈ, જેમાં G-20ની રચના થઈ. જેમાં તમામ શક્તિશાળી અર્થવ્યવસ્થા ધરાવતા 20 દેશોના નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વાસ્તવમાં, વૈશ્વિક આર્થિક મુદ્દાઓને એકબીજાની વચ્ચે કેવી રીતે ઉકેલવા, આ સંસ્થાનો હેતુ હતો. વર્ષ 2008માં જ્યારે આર્થિક મંદી આવી હતી, ત્યાર બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેની બેઠકમાં તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ ભાગ લેશે.
આ પણ વાંચોઃ બે દિવસ બાદ આ વિસ્તારમાં શરૂ થશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
કેમ દુનિયા માટે મહત્વનું છે જી20?
જો તમે જી-20ની તાકાતનો અંદાજ લગાવવા ઈચ્છો છો તો એવી રીતે સમજો કે તેના સભ્ય દેશોની જીડીપી ભેગી કરો તો તે દુનિયાની 80 ટકા જીડીપી, 75 ટકા વૈશ્વિક વ્યાપાર અને 60 ટકા વસ્તી છે. આ સંગઠન જે પણ નિર્ણય કરે છે, તે દુનિયાની અર્થવ્યવસ્થા પર અસર કરે છે.
અત્યાર સુધી કેટલીવાર જી-20 બેઠક થઈ છે?
જી-20 બન્યાના 24 વર્ષ થઈ ચુક્યા છે. પરંતુ જો તમે વિચારો છો કે દર વર્ષે તેની બેઠર થાય છે તો તે ખોટુ છે. બે દાયકા કરતા વધુ સમય પસાર થઈ ચુક્યો છે અને તેમાં જી-20ની 17 બેઠક યોજાઈ છે. ભારતમાં 18મું શિખર સંમેલન આયોજીત થશે.
આ પણ વાંચોઃ Knowledge Story: ગાડી પર ધર્મ કે જાતિના સ્ટીકર લગાવવા પડશે મોંઘા, જાણો લો નિયમ
ક્યાં-ક્યાં યોજાઈ ચુકી છે જી20 સમિટ?
પ્રથમ G20 સમિટ 14-15 નવેમ્બર 2008ના રોજ વોશિંગ્ટન, યુએસએમાં યોજાઈ હતી.
આ પછી, બીજી સમિટ 2 એપ્રિલ 2009ના રોજ લંડન, યુકેમાં થઈ.
ત્રીજી G-20 સમિટ વર્ષ 2009માં જ 24-25 સપ્ટેમ્બરે અમેરિકાના પિટ્સબર્ગમાં થઈ હતી. જી-20 દેશો આ વર્ષે બે વખત મળ્યા હતા.
ચોથી સમિટ 26-27 જૂન 2010ના રોજ ટોરોન્ટો, કેનેડામાં યોજાઈ હતી.
પાંચમી સમિટ 11-12 નવેમ્બર 2010ના રોજ દક્ષિણ કોરિયાના સિઓલમાં યોજાઈ હતી.
છઠ્ઠી સમિટ 3-4 નવેમ્બર 2011ના રોજ કેન્સ, ફ્રાન્સમાં યોજાઈ હતી.
7મી સમિટ મેક્સિકોમાં 18-19 જૂન 2012ના રોજ યોજાઈ હતી.
8મી સમિટ રશિયામાં થઈ હતી, જેમાં તમામ દેશો 5-6 સપ્ટેમ્બરના રોજ રશિયામાં મળ્યા હતા.
9મી સમિટ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં 15-16 નવેમ્બર 2014ના રોજ યોજાઈ હતી.
10મી સમિટ 15-16 નવેમ્બર 2015ના રોજ તુર્કીમાં યોજાઈ હતી.
11મી સમિટમાં તમામ દેશો ચીનમાં 4-5 સપ્ટેમ્બર 2016ના રોજ મળ્યા હતા.
12મી સમિટ 7-8 જુલાઈ 2017ના રોજ હેમ્બર્ગ, જર્મનીમાં યોજાઈ હતી.
13મી સમિટ આર્જેન્ટિનામાં 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2018 દરમિયાન યોજાઈ હતી.
14મી સમિટ જાપાનમાં થઈ હતી. 28-29 જૂન 2019 ના રોજ, બધા સભ્ય દેશો ઓસાકામાં મળ્યા.
15મી સમિટ સાઉદી અરેબિયામાં 21-22 નવેમ્બર 2020ના રોજ યોજાઈ હતી. કોવિડના કારણે સમિટનું આયોજન વીડિયો કોન્ફરન્સિંગ પર કરવામાં આવ્યું હતું.
16મી સમિટ 30-31 ઓક્ટોબર 2021ના રોજ રોમ, ઈટાલીમાં યોજાઈ હતી.
ઇન્ડોનેશિયામાં 15-16 નવેમ્બર 2022ના રોજ 17મી સમિટ યોજાઈ હતી.
18મી સમિટ ભારતમાં 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાવા જઈ રહી છે.
બ્રાઝિલ વર્ષ 2024માં 19મી સમિટનું આયોજન કરી શકે છે.
આફ્રિકા વર્ષ 2025માં 20મી સમિટનું આયોજન કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube