નવી દિલ્હી: એ વાત તો બધા જાણે છે કે દુનિયાની મોટી મોટી શક્તિઓ અને તેમના નેતા અત્યાર સુધી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના મન અને તેમની કાર્યશૈલીને સમજવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દેશોના નેતાઓને અસમંજસમાં નાખી દીધા છે અને એ વિચારવા પર મજબૂર કર્યા છે કે આખરે મોદીના મનમાં શું ચાલી રહ્યું છે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતનું રશિયાને સમર્થન!
ભારત કદાચ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેણે સંયુક્ત રાષ્ટ્રમાં વોટિંગ દરમિયાન ગેરહાજર રહીને એક પ્રકારે રશિયાનું સમર્થન કર્યું છે. પરંતુ બીજી બાજુ આ વોટિંગના ગણતરીના કલાકો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ Quadrilateral Security Dialogue એટલે કે QUAD ની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી ફુમિઓ કિશિદા સામેલ થયા. 


QUAD દેશોમાં સૌથી અલગ ભારત
અહીં નોંધપાત્ર વાત એ છે કે QUAD માં ફક્ત ચાર દેશ છે અને તેમાં પણ ભારતને બાદ કરતા બાકી ત્રણેય દેશે રશિયા સામે કડક આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી છે. પરંતુ ભારતે હજુ સુધી એવું કઈ કર્યું નથી. પરંતુ આમ છતાં ભારત QUAD માં પણ ભાગ લઈ રહ્યું છે અને તે રશિયા અને યુક્રેન મામલે પણ પોતાની નિષ્પક્ષ ભૂમિકા સાથે લઈને ચાલી રહ્યું છે અને આ સંતુલને અમેરિકા જેવા દેશોને વિચારવા મજબૂર કરી દીધુ કે આખરે મોદીના મનમાં શું છે?


સૌથી પહેલા તમારે એ જાણવું જોઈએ કે આ ગઈ કાલે યોજાયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રી અને અમેરિકાના રાષ્ટ્રપતિએ શું કહ્યું અને ત્યારબાદ સમજશો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કૂટનીતિ આખરે શું છે?


આ ઉદ્દેશ્યથી થયું છે QUAD ની રચના
હકીકતમાં QUAD ની રચના વર્ષ 2004માં થઈ હતી અને તેનો મુખ્ય હેતુ ઈન્ડો પેસિફિક વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ઈન્ડો પેસિફિક હિન્દ અને પ્રશાંત મહાસાગરના એક મોટો વિસ્તાર મળીને બન્યો છે અને તેની સીમાઓ ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાને સ્પર્શે છે. હવે કારણ કે નક્શા પર તેનો આકાર ચતુર્ભૂત પ્રકાર છે. આથી તેને QUAD કહેવામાં આવે છે. આ વિસ્તારમાં સાઉથ ચાઈના સી પણ આવે છે. જેને લઈને ચીનનો 9 દેશ સાથે વિવાદ છે. સંક્ષિપ્તમાં સમજીએ તો QUAD એ ચીન વિરુદ્ધ તૈયાર થયેલું અમેરિકા, ભારત, જાપાન, અને ઓસ્ટ્રેલિયાનું એક સંગઠન છે. પરંતુ હવે અમેરિકા ઈચ્છે છે કે તેના ઉદ્દેશ્યોનો વિસ્તાર થાય અને તેમાં ચીનનીજેમ રશિયાને એજન્ડા પર લાવવામાં આવે. જ્યારે  ભારત એવું ક્યારેય નહીં ઈચ્છે. 


હવે રશિયા પર ફોકસ કરી રહ્યું છે અમેરિકા
આજથી બે મહિના પહેલા સુધી અમેરિકાનું સંપૂર્ણ ધ્યાન ચીન પર હતું. પરંતુ હવે આ ફોકસ ચીનથી રશિયા પર શિફ્ટ થઈ રહ્યું છે. પરંતુ ભારતનું હિત એમા છે કે તે એ સુનિશ્ચિત કરે કે QUAD ચીનની વિસ્તારવાદી નીતિઓને રોકવા માટે કામ કરતું રહે અને પ્રધાનમંત્રી મોદી આ દિશામાં કોશિશ કરી રહ્યા છે. આજની બેઠકનું ફોકસ, હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં ભારતના હિતો પર હતું. ચીનના જોખમને લઈને હતું અને ભારતે રશિયા અંગે પણ સીધી રીતે કશું કહ્યું નથી. મહાશક્તિઓ વચ્ચે સંતુલન કેવી રીતે બેસાડવામાં આવે છે તે આજે દુનિયા પ્રધાનમંત્રી મોદી પાસેથી શીખી શકે છે. 


મોદીના મૌનથી દુનિયા કન્ફ્યૂઝ!
આજે દુનિયામાં અને બીજા દેશોમાં જે લોકો એમ કહી રહ્યા છે કે ભારતે સ્પષ્ટ કરવું જોઈએ કે તે રશિયા સાથે છે કે પછી અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે છે. આવા લોકોને અમે જણાવવા ઈચ્છીએ છીએ કે કૂટનીતિના ખેલમાં એ જ દેશ જીતે છે જે શરૂઆતમાં પોતાના પત્તા ખોલતો નથી. ભારત પણ એ સ્પષ્ટ કરવા માંગતું નથી કે તે કોની સાથે છે. તે સંતુલન સાથે અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે વાત કરી રહ્યું છે અને તે રશિયાના પણ સતત સંપર્કમાં છે  અને અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી મોદી બેવાર વ્લાદિમિર પુતિન સાથે યુક્રેન મામલે વાત કરી ચૂક્યા છે. 


તેલની વધતી કિંમતોથી રશિયાને ફાયદો!
નોંધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલા આ યુદ્ધની સૌથી વધુ અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 11 વર્ષ બાદ ક્રૂડ ઓઈલના  ભાવ 113 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યા છે અને અંદાજો છે કે જો આ યુદ્ધ 15 દિવસ વધુ ચાલ્યું તો આ ભાવ 130 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. પરંતુ શું તમને ખબર છે કે જે રશિયાના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઐતિહાસિક વધારો થયો છે તે રશિયાને તેનો સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે. 



ક્રૂડ ઓઈલનું સૌથી વધુ ઉત્પાદન કરે છે રશિયા
અમેરિકા બાદ રશિયા ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરનારો દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે. રશિયા પ્રતિ દિન એક કરોડ 10 લાખ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. જેમાંથી 50થી 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલ તે દરરોજ દુનિયાના બીજા દેશોને નિકાસ કરે છે. એટલે કે બીજા દેશોને વેચે છે અને આ દેશોમાં જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ, પોલેન્ડ, ફિનલેન્ડ, લીથુઆનિયા, ગ્રીસ, રોમાનિયા અને બલ્ગેરિયા જેવા પશ્ચિમી દેશો સામેલ છે. સૌથી મોટી વાત એ છે કે રશિયા જે ક્રૂડ ઓઈલ વેચે છે તેનો અડધો હિસ્સો આ દેશોને મળે છે. 


OPEC પર નિર્ભરતા?
હવે પોઈન્ટ એ છે કે પશ્ચિમી દેશ ઈચ્છે છે કે રશિયાની ઘેરાબંધી કરવા માટે ઓપેક દેશ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારે. જેથી કરીને રશિયા પર તેમની નિર્ભરતા ઓછી થઈ શકે અને રશિયાની ઓઈલ કંપનીઓને તેનાથી વધુમાં વધુ નુકસાન થાય. પરંતુ ઓપેક દેશોએ આમ કરવાની ના પાડી દીધી. આ દેશોમાં ઈરાન, ઈરાક, કુવૈત, UAE અને સાઉદી અરબ જેવા દેશ છે. સાઉદી અરબ તો ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરનારા દેશોમાં ત્રીજો સૌથી મોટો દેશ છે. એટલે કે ઓપેક દેશોના ઈન્કાર કરવાથી પશ્ચિમી દેશ ઈચ્છા હોવા છતાં ઓઈલ માટે પોતાની નિર્ભરતા રશિયા પરથી ઓછી કરી શકતા નથી અને ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી રશિયાને ફાયદો થઈ રહ્યો છે. 


અંદાજો છે કે જો આ વર્ષ ક્રૂડ ઓઈલના  ભાવ, સરેરાશ 90 ડોલર પ્રતિ બેરલથી વધુ રહેશે તો રશિયાને લગભગ  65 Billion Dollars એટલે કે 4 લાખ 87 હજાર કરોડ રૂપિયાનો વધારાનો ફાયદો  થશે. એટલે કે રશિયાની ઓઈલ કંપનીઓને આ સંકટથી જબરદસ્ત ફાયદો થશે. જ્યારે આવા દેશ જે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતા નથી અને જેમને આ યુદ્ધ સાથે કોઈ લેવાદેવા પણ નથી, તેમણે તેની  ભારે કિંમત ચૂકવવી પડશે. દાખલા તરીકે ભારત, દુનિયામાં ક્રૂડ ઓઈલની આયાત કરનારા ટોપ 3 દેશોમાં સામેલ છે. આ જ કારણ છે કે તેની કિંમતો આપણા દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકોના ખિસ્સાને સીધી રીતે પ્રભાવિત કરે છે અને હવે એવું થઈ પણ રહ્યું છે. 


આવનારા દિવસોમાં બની શકે કે પેટ્રોલ ડીઝલ મોંઘુ થઈ જાય. શાકભાજી, ફળ અને અન્ય ચીજોના ભાવ ટ્રાન્સપોર્ટેશનના કારણે વધી જાય અને તેનાથી ભારતના બજારોમાં એક અસ્થિરતા પણ પેદા થાય. એટલે કે યુદ્ધ શરૂ કરનારા રશિયાને તો તેનો ફાયદો થશે. પરંતુ ભારત અને અન્ય દેશોએ તેનું નુકસાન ઉઠાવવું પડશે. 


(અહેવાલ સાભાર- સુધીર ચૌધરી, DNA)