‘ભૂલભૂલૈયા’ જેવી છે ભારત-પાકિસ્તાન વચ્ચેની LOC, આવી સરહદ વિશ્વમાં બીજે ક્યાંય નથી
ગત 72 વર્ષોથી એલઓસી ન માત્ર સમાચારમાં, પરંતુ જીવંત જંગના રૂપમાં પણ અનેકવાર સામે આવે છે. આ કોઈ સીમા છે કે, પછી જમીન પર ખેંચવામાં આવેલી કોઈ લીટી, જે બે દેશને વહેંચે છે. નદી, નાળા, ઊંડી ખીણ, હિમાચ્છાદિત પહાડો અને ઘટાદાર જંગલોને જમીન પર ખેંચાયેલી આ લીંટી વહેંચી શક્તી નથી. આજ કારણ છે કે, પાકિસ્તાન અને ભારતની વચ્ચે ચાર યુદ્ધોના પરિણામે જે સીમા રેખા સામે આવી છે, તે માત્ર એક રેખા છે, જે ન માત્ર બે જમીનને વહેંચે છે, પરંતુ માણસો, સંબંધો તથા દિલોના પણ ભાગલા પાડે છે.
નવી દિલ્હી : ગત 72 વર્ષોથી એલઓસી ન માત્ર સમાચારમાં, પરંતુ જીવંત જંગના રૂપમાં પણ અનેકવાર સામે આવે છે. આ કોઈ સીમા છે કે, પછી જમીન પર ખેંચવામાં આવેલી કોઈ લીટી, જે બે દેશને વહેંચે છે. નદી, નાળા, ઊંડી ખીણ, હિમાચ્છાદિત પહાડો અને ઘટાદાર જંગલોને જમીન પર ખેંચાયેલી આ લીંટી વહેંચી શક્તી નથી. આજ કારણ છે કે, પાકિસ્તાન અને ભારતની વચ્ચે ચાર યુદ્ધોના પરિણામે જે સીમા રેખા સામે આવી છે, તે માત્ર એક રેખા છે, જે ન માત્ર બે જમીનને વહેંચે છે, પરંતુ માણસો, સંબંધો તથા દિલોના પણ ભાગલા પાડે છે.
જમ્મુ પ્રાંતના અખનૂર સેક્ટરમાં મનાવર તવીના ભૂરેચક ગામથી શરૂ થઈને કારગિલમાં સિયાચીન હિમખંડને મળનારી એલઓસી એટલે કે નિયંત્રણ રેખા આજે વિશ્વમાં સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. આવું એટલા માટે કે, કદાચ ભાગ્યે જ કોઈ એવો દિવસ વિત્યો હશે, જ્યાં બે પક્ષોમાં ગોળીબારીની ઘટના બની ન હોય. આ જ કારણ છે કે, તેને વિશ્વમાં જીવિત જંગના મેદાનના રૂપમાં પણ માનવામાં આવે છે.
રોમાંચક બાબત એ છે કે, કોઈ પણ સીમાનું કોઈ પાક્કુ નિશાન હોતું નથી. જેને જોઈને કોઈ અંદાજ લગાવી શકાય કે, આખરે સીમા રેખા ક્યાં છે. અનેક જગ્યાઓએ ઘટાદાર ચીડ તથા દેવધરના વૃક્ષોએ સીમાને એવી રીતે ઘેરી લીધા છે કે, સૂર્યની કિરણો પણ સીમા પર નજર નથી આવતી. આ રીતે કારગિલથી સિયાચીન સુધી બરફથી ઢંકાયેલા પહાડ વર્ષના બાર મહિના માનવોની પહોંચને આકરી બનાવે છે. આ સીમાની જો કોઈને પરફેક્ટ ઓળખ હોય તો તેઓ સૈનિકો છે, જેઓ બારેમાસ, સીઝન જોયા વગર ચોકીપહેરો કરે છે. તેમની આંગળીઓ એ બતાવવામાં પણ સક્ષમ છે કે, આખરે એલઓસી ક્યા છે, જે અદ્રશ્ય રૂપે કાયમ છે, અને સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે.
મોટાભાગના લોકો સમજી શક્તા નથી કે, ભારત-પાક એલઓસી તેમજ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમામાં અંતર શું છે. હકીકતમાં ભારત-પાકિસ્તાન એલઓસી સીમા છે, જેને ખરા અર્થમાં યુદ્ધ વિરામ સીમા કહેવું જોઈએ. બંને દેશોની સેના આ રાખે પર એકબીજાની આમને-સામને છે અને યુદ્ધની સ્થિતિ અહીં હંમેશા બની રહે છે.
તેને લાઈન ઓફ કન્ટ્રોલ એટલા માટે કહેવામાં આવે છે કે, તેની એક તરફ પાકિસ્તાની સેનાનું નિયંત્રણ છે, તો બીજી તરફ ભારતીય સેનાનું. પરંતુ હકીકત એ છે કે, લોકો પર બંને સેનાઓમાઁથી કોઈનું નિયંત્રણ નથી. તેમના અડધા સંબંધીઓ પાકિસ્તાનમાં છે, તો અડધા ભારતમાં. આ જ કારણ છે કે, એલઓસીની આરપાર જનારાઓનો ક્રમ 1947ના ભાગલા બાદ પણ અવિરત ચાલુ છે.
વિશ્વમાં આ જ એક એવી સરહદ રેખા છે, જ્યાં સ્થિતિ પર નિયંત્રમ કરવું કોઈ પણ દેશની સેનાના હાથમાં નથી. કારણ થે ઉબડખાબડ પહાડો, ઊંડી ખીણો, ઘટાદાર જંગલો, હિમાચ્છાદિત પહાડો વગેરે મળીને જે ભૌગોલિક પરિસ્થિતિ બને છે, તે કોઈ ભૂલભૂલૈયાથી ઓછી નથી. આ એલઓસીને કન્ટ્રોલ કરવામાં ભારતીય સેના માટે મોટું ચેલેન્જિંગ કામ છે. જોકે, પાકિસ્તાની સેના પણ એલઓસી પર નિયંત્રણ રાખે છે, પંરતુ તેને એટલી બધી તકલીફોનો સામનો કરવો પડતો નથી. કારણ કે, તેના મોટાભાગના સ્થાનોથી રસ્તા માર્ગ અને મેદાન વિસ્તારો બહુ દૂર નથી.