કેરલમાં નિપાહ વાયરસથી બે લોકોના મોત, જાણો શું છે આ વાયરસ, લક્ષણ અને બચાવના ઉપાયો
કેરલમાં ફરી નિપાહ વાયરસ ફેલાવા લાગ્યો છે. નોંધનીય છે કે કેરલમાં નિપાહ વાયરસના સંક્રમણથી બે લોકોના મોત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યુ કે પ્રદેશ સરકાર બંને મોતને ગંભીરતાથી લઈ રહી છે. પરંતુ ડરવાની જરૂર નથી.
Nipah Virus: કેરળના કોઝિકોડમાં તાવથી બે લોકોના મોત થયા છે. બંને લોકોના અકુદરતી મૃત્યુનું કારણ નિપાહ વાયરસ હોવાનું કહેવાય છે. જે બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નિપાહ વાયરસ જાનવરોમાંથી માણસોમાં ફેલાય છે. આ એક ઝૂનોટિક વાયરસ (Zoonotic Virus) છે જે માણસથી માણસમાં ફેલાઈ શકે છે. ફ્રુટ બેટ, જેને 'ફ્લાઈંગ ફોક્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નિપાહ વાયરસનું કારણ હોવાનું કહેવાય છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ રોગનું નામ મલેશિયાના એક ગામ પરથી રાખવામાં આવ્યું છે. તેનો પ્રથમ કેસ અહીં જોવા મળ્યો હતો.
શું છે નિપાહ વાયરસ
નિપાહ વાયરસ એક ઝૂનોટિક બીમારી છે, જે જાનવરોમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ ખાસ કરીને બેટ એટલે કે ચામાચિડિયા દ્વારા ફેલાય છે. પરંતુ આ સિવાય તે સૂઅર, બકરી, ઘોડા, કુતરા, બિલાડીથી પણ ફેલાય છે. સૌથી ખાસ વાત છે કે તે હવા દ્વારા ફેલાતો નથી પરંતુ કોઈ સામાન કે ફ્યૂલ્ડ ડ્રોપલેટ્સ દ્વારા ફેલાય શકે છે.
આ પણ વાંચોઃ PM મોદી કેબિનેટના બે શક્તિશાળી મંત્રીઓ વચ્ચે સર્વોપરિતાની લડાઈ, ભાજપને નડશે
કઈ રીતે ફેલાય છે નિપાહ વાયરસ
નિપાહ વાયરસ હકીકતમાં ઈન્ફેક્ટેડ ળને ખાવાને કારણે જાનવરોથી મનુષ્યોમાં ફેલાય છે. જો કોઈ જાનવરને આ બીમારી થઈ છે અને તેણે તે ફળ ખાઈ લીધુ છે. પછી તે ઈન્ફેક્ટેડ ફળ ખાવાથી મનુષ્યોમાં ફેલાય છે. આ મનુષ્યોમાં ઝડપથી ફેલાથી બીમારી છે. નિપાહ વાયરસને ઇન્ફેક્શન એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સરળતાથી ફેલાય શકે છે.
નિપાહ વાયરસના લક્ષણો
નિપાહ વાયરસના ચેપ પછી શરીરમાં આ પ્રકારની સમસ્યા દેખાઈ શકે છે. ઉદાહરણ તરીકે, મગજમાં સોજો અને એન્સેફાલીટીસ જેવા ખતરનાક રોગો પણ થઈ શકે છે. તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ શામેલ હોઈ શકે છે. તે જ સમયે, ગંભીર ઉલ્ટી પણ થઈ શકે છે. તેના ગંભીર લક્ષણોમાં પેટમાં દુખાવો, હુમલા અને કોમાનો સમાવેશ થાય છે. 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' અનુસાર, નિપાહથી મરનારા લોકોની સંખ્યા 40 થી 75 ટકાની વચ્ચે છે.
આ પણ વાંચોઃ ફડણવીસ અજિત પવારની ફાઈલોની તપાસ કરશે પછી શિંદે લેશે નિર્ણય, પ્યાદુ બન્યા પવાર
નિપાહ વાયરસથી બચાવના ઉપાય
'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' અનુસાર, નિપાહ વાયરસ સામે રક્ષણ આપવા માટે હાલમાં કોઈ દવા કે રસી બજારમાં ઉપલબ્ધ નથી. જો તમે નિપાહ વાયરસથી રાહત મેળવવા માંગતા હો, તો તેના પ્રારંભિક લક્ષણો દેખાય કે તરત જ સમય બગાડ્યા વિના ડૉક્ટરની સલાહ લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube