દવાના પત્તા પર કેમ હોય છે લાલ લીટી અને બીજા નિશાન? કોરોનાકાળમાં ખાસ જાણો નહીં તો પસ્તાશો
ડોક્ટરની સલાહ પર સીધા તમે મેડિકલ સ્ટોર પહોંચી જઈને દવાઓ લેતા હશો. દવા લેતી વખતે તેના રેટ પણ જોતા હશો. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી પણ જરૂરી એક વસ્તુ છે જે દવાઓ ખરીદતી વખતે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે ખોટી દવા લેવાથી પરેશાની વધી જાય છે...જાણો કેવી રીતે.
નવી દિલ્હી: ડોક્ટરની સલાહ પર સીધા તમે મેડિકલ સ્ટોર પહોંચી જઈને દવાઓ લેતા હશો. દવા લેતી વખતે તેના રેટ પણ જોતા હશો. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી પણ જરૂરી એક વસ્તુ છે જે દવાઓ ખરીદતી વખતે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે ખોટી દવા લેવાથી પરેશાની વધી જાય છે...જાણો કેવી રીતે.
લાલ રંગની પટ્ટી
દવા લેતી વખતે તમે દવાની સ્ટ્રિપ પર લાલ રંગની પટ્ટી જોઈ હશે. આ દવા ડોક્ટરની પરચી વગર વેચી શકાતી નથી. આ સાથે જ તમારે આ દવાનું ડોક્ટરની સલાહ વગર સેવન કરવું જોઈએ નહીં. એન્ટીબાયોટિક દવાઓનો ખોટો ઉપયોગ ન થાય તે માટે દવાઓ પર લાલ રંગની પટ્ટી લગાવવામાં આવે છે. Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube