Wife Market In Shivpuri: ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે. તેનાથી પ્રભાવિત થઈને ઘણા વિદેશીઓ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છે. ભારતની પરંપરાઓ વિશ્વભરમાં એક અલગ ઓળખ ધરાવે છે. ભારતની વિવિધતામાં એકતા છે. તે દરમિયાન, મધ્યપ્રદેશના શિવપુરીમાં એક અનોખી પરંપરા છે, જેણે સાંભળીને તમે હેરાન પરેશાન થઈ જશો.અહીં એક અનોખા બજારનું આયોજન કરવામાં આવે છે. જ્યાં પુત્રવધૂઓ અને દીકરીઓને ભાડેથી ખરીદી અને વેચી શકાય છે. આ માટે કરાર પણ કરવામાં આવે છે. અહીં પત્નીઓથી લઈને કુંવારી છોકરીઓની ખરીદી કરવામાં આવે છે. તેના માટે લોકો દૂર દૂરથી ખરીદી કરવા આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવપુરીમાં ભાડેથી પત્ની મેળવી શકો છો. જેમાં કુંવારી યુવતીઓથી લઈને પરિણીત મહિલાઓનો સમાવેશ થાય છે. આ માર્કેટમાં મહિલાઓની બોલી લાગે છે. પછી તેનો એગ્રીમેન્ટ બને છે. આ સમગ્ર પ્રક્રિયા રૂ. 10 થી રૂ. 100 સુધીના સ્ટેમ્પ પેપર પર થાય છે. આ એક પ્રથા છે જેને 'ધડીચા પ્રથા' તરીકે ઓળખવામાં આવે છે.


શું છે 'ધડીચા' પ્રથા?
મધ્યપ્રદેશના શિવપુરીમાં ધડીચા પ્રણાલી હેઠળ અન્યની વહુ-દીકરીઓને ભાડે લઈ શકાય છે. આ માટે દર વર્ષે એક નિશ્ચિત સમય હોય છે જ્યારે બજારનું આયોજન કરવામાં આવે છે. આ માર્કેટમાં પરિણીત મહિલાઓ અને છોકરીઓની ખરીદી કરવા માટે પુરુષો દૂર-દૂરથી આવે છે. નવાઈની વાત એ છે કે આ માર્કેટમાં કુંવારી યુવતીઓથી લઈને અન્યની પત્નીઓ સુધી દરેકને ભાડા પર આપવામાં આવે છે. આ માર્કેટમાં પુરૂષો સ્ત્રીની ચાલ ચલગત જોઈને તેની કિંમત નક્કી કરે છે. જ્યારે કોઈ પુરુષ કોઈ છોકરી કે સ્ત્રીને પસંદ કરે છે, ત્યારે તે 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર પર કરાર કરે છે અને ચોક્કસ સમયગાળા માટે મહિલાને લઈ જાય છે. આ કરાર પર બંને પક્ષોની શરતો પણ લખેલી છે.


શું કરાર ફરીથી કરી શકાય છે?
જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને પસંદ કરે છે અને તેની સાથે વધુ સમય પસાર કરવા માંગે છે, તો તેણે બજારમાં જઈને ફરીથી કરાર કરવો પડે છે. પછી રકમ ચૂકવવી પડશે. આ પછી તે થોડા સમય માટે તે જ મહિલાને ફરીથી ભાડા પર રાખી શકે છે.


મહિલાઓને કેમ ભાડા પર લઈ જાય છે પુરુષો?
પુરુષો તેમની જુદી જુદી જરૂરિયાતો માટે સ્ત્રીઓને ભાડા પર લઈ જાય છે. ઉદાહરણ તરીકે, કોઈએ તેની માતાની સેવા કરાવવી હોય, તો કોઈ લગ્ન કરવાનો ઢોંગ કરવા માટે ભાડે લે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ પરિણીત નથી તો તે કોઈ ભાડે રાખેલી મહિલા સાથે થોડો સમય વિતાવી શકે છે.


કોઈપણ તોડી શકે છે એગ્રીમેન્ટ
આ રીતે બનેલા એગ્રીમેન્ટમાં મહિલાઓ ક્યારેય પણ એગ્રીમેન્ટ તોડી શકે છે. તેમને એગ્રીમેન્ટ તોડવાનો સંપૂર્ણ અધિકાર છે. જો મહિલા તેના સંબંધથી ખુશ નથી, તો આવી સ્થિતિમાં મહિલા કરાર તોડી શકે છે અને સંબંધમાંથી બહાર નીકળી શકે છે. આ માટે મહિલાએ સ્ટેમ્પ પેપર એફિડેવિટ આપવાનું રહેશે. આ પછી તેણે કેટલાક પૈસા પાછા આપવા પડશે. ઘણી વખત જ્યારે મહિલાઓને વધુ સારી ઓફર મળે છે, ત્યારે તેઓ કરાર તોડી નાખે છે અને બીજા સંબંધ માટે એગ્રીમેન્ટ કરી લે છે.