Purpose Of Bharat Jodo Yatra: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આ દિવસોમાં બ્રિટનમાં છે. રાહુલે બુધવારે (1 માર્ચ) કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા.  આ દરમિયાન તેમણે ભારત જોડો યાત્રાનો એક કિસ્સો પણ શેર કર્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે જ્યારે તેઓ પોતાની યાત્રા દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં હતા ત્યારે તેમનો સામનો આતંકવાદીઓ સામે થયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે,‘મેં આતંકીઓને જોયા, તેમણે પણ મારા તરફ જોયું, પરંતુ કર્યું કંઇ નહીં. આ સાંભળવાની તાકાત હતી.’ તેમનું કહેવું હતું કે, સુરક્ષા એજેન્સીઓએ પહેલાથી જ સલાહ આપી હતી કે કાશ્મીરમાં અમે લોકો ભારત જોડો યાત્રા માટે નીકળ્યા કારણ કે ત્યાં આતંકવાદી હુમલાનો ખતરો હોઇ શક્તો. તે છતા તેમણે પોતાની યાત્રા રોકી નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ પણ વાંચો:
Fear of Corona: કોરોના તો ગયો પણ પાછળ છોડી ગયો તેનો ડર, જુઓ આ વીડિયો
ગલવાનની પિચ પર ભારતીય સૈનાની બેટિંગ, ઝીરો ટેમ્પરેચરમાં ક્રિકેટ રમતા દેખાયા જવાન
સરકારે RBIનું 200 ટન સોનું વિદેશ મોકલ્યું-268 ટન ગીરવે રાખ્યું? જાણો આ દાવાની સચ્ચાઈ


યાત્રાનો ઉદ્દેશ્ય નફરતની રાજનીતિનો અંત લાવવાનો 
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડૉ.અખિલેશ પ્રસાદ સિંહે જણાવ્યું હતુ કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં 5 સપ્ટેમ્બરથી ભારત જોડો યાત્રા શરૂ થઈ હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રથમ વખત કોઈ રાજ્યની મુલાકાતને લીલી ઝંડી બતાવી હતી.  આ યાત્રાએ કોંગ્રેસને નવી ઓળખ આપી છે.  કોંગ્રેસે જણાવ્યું હતું કે તેઓએ નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની કથિત "વિભાજનકારી રાજનીતિ" સામે દેશને એક કરવા માટે આ ચળવળ શરૂ કરી હતી જે 7 સપ્ટેમ્બર, 2022ના રોજ ગાંધી અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિન દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય "ભય, કટ્ટરતા અને નફરત"ની રાજનીતિ અને વધતિ જતી બેરોજગારી સામે લડવાનો છે. 



યાત્રા બાદ નવા જ લુકમાં જોવા મળ્યા રાહુલ ગાંધી 
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 7 દિવસના બ્રિટન પ્રવાસે છે. રાહુલ ગાંધીનો એક ફોટો સામે આવ્યો છે જેમાં તેઓ એકદમ નવા લૂકમાં જોવા મળી રહ્યા છે. ફોટામાં રાહુલ ગાંધીની દાઢી કાઢી નાખેલી જોવા મળે છે. તેમણે કોટ-ટાઈ અને જેકેટ પહેર્યા છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી હતી. આ યાત્રા 3570 કિલોમીટરની હતી. રાહુલ યાત્રા દરમિયાન એક સફેદ ટી શર્ટમાં જોવા મળ્યા હતા. આ યાત્રા દરમિયાન તેમની દાઢી પણ ખુબ વધી ગઈ હતી. હવે રાહુલ ગાંધી બ્રિટનમાં એકદમ નવા લૂકમાં જોવા મળ્યા. 



આ પણ વાંચો:
ઋષિકુમારોના નામે ટીમ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી, ચોગ્ગા છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રો
Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
રાશિફળ 04 માર્ચ: આ 5 રાશિના જાતકો પર આજે રહેશે શનિદેવની ભરપૂર કૃપા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube