નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona) સંક્રમણના નવા કેસ ભલે ઓછા આવી રહ્યા હોય પરંતુ મહામારી હજી સુધી દૂર થઈ નથી. ભારત સહિત દુનિયાભરના દેશો આ વેક્સિનની રહા જોઈ રહ્યા છે. આ વચ્ચે દેશમાં કોરોના વેક્સિન (Corona Vaccination)ને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક મહત્વની જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરજિયાત નથી કોરોના વેક્સિન લેવી
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના વેક્સિન લેવી કે નહીં તે વ્યક્તિની પોતાની ઇચ્છા પર આધારીત છે. તેને ફરજિયાત બનાવવામાં આવશે નહીં. જેમને રસી લેવાની ઇચ્છા હોય તેઓએ પહેલા નોંધણી કરવાની રહેશે.


આ પણ વાંચો:- લ્યો બોલો... હવે તો OLX પર વેચવા મુકાઇ PM મોદીની ઓફીસ


વેક્સિન માટે થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન
રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા મંત્રાલય તરફથી જણાવવામાં આવી છે, તે અનુસાર વેક્સિન માટે રજિસ્ટ્રેશન ઓનલાઇન થશે. જે બાદ રસીકરણના સમય અંગેની માહિતી ફોન પર આપવામાં આવશે.


મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે ડિટેલ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે કોરોના વાયરસ (Coronavirus)ની વેક્સિન મેળવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. રજિસ્ટ્રેશન દરમિયાન એક મોબાઇલ નંબર પણ માંગવામાં આવશે. આ મોબાઇલ નંબર પર વેક્સિન માટેની તારીખ આપવામાં આવશે.


આ પણ વાંચો:- PM Modi on Farm Laws: PM મોદીનો માસ્ટરસ્ટ્રોક, કિસાન કાયદા પર જાણો 10 મોટી વાતો


બતાવવા પડશે આ દસ્તાવેજો
વેક્સિન લેવા માટે ઓળખ કાર્ડની પણ જરૂર રહેશે. આમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખકાર્ડ, આધારકાર્ડ, બેંક પાસબુક, રાજ્ય કે કેન્દ્ર દ્વારા જારી કરાયેલ કોઈપણ ઓળખપત્ર માન્ય રહેશે.


ટૂંક સમયમાં શરૂ થશે રસીકરણ
સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે અનેક કોરોના વેક્સિનની ટ્રાયલ છેલ્લા તબક્કામાં છે. વેક્સિન આવતાની સાથે જ સરકાર રસીકરણ શરૂ કરશે. મંત્રાલયે કહ્યું છે કે ભારતમાં ઉપલબ્ધ વેક્સિનો અન્ય દેશોમાં વિકસિત વેક્સિન જેટલી અસરકારક રહેશે.


આ પણ વાંચો:- બ્રિટનના 8 જ સપ્તાહના બાળકને ખતરનાક બીમારી, સારવારનો ખર્ચ જાણીને ચોંકી જશો


કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને સલાહ
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, પૂર્વમાં કોવિડ-19થી સંક્રમિત થયેલા લોકોને પણ કોરોના વાયરસની વેક્સિનનો સંપૂર્ણ ડોઝ લેવાની સલાહ આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube