નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાયરલ થઈ જાય તે જાણી શકાતું નથી. સોશિયલ મીડિયા પર કેટલીકવાર રમુજી વીડિયો તો કેટલીક વાર ચોંકાવનારા વીડિયો સામે આવતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક બાળકનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે એક એવા બાળકનો જન્મ થયો છે જેને બે નહીં પણ ત્રણ આંખો છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકની બે નહીં પણ ત્રણ આંખો દેખાઈ  છે. આ વીડિયો જે લોકોએ જોયો તેઓ આશ્રર્યચકિત થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે જર્મનીમાં ત્રણ આંખવાળા બાળકનો જન્મ થયો છે. કેટલાક લોકો આને ભગવાનનો રૂપ પણ માની રહ્યા છે તો કેટલાક લોકો આને ચમત્કાર માની રહ્યા છે. સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ કોઈ કુદરતનો કરિશ્મા છે કે કોઈ દ્રષ્ટિભ્રમ? તે જાણવા માટે અમે આ વાયરલ વીડિયોની તપાસ કરી.


આ પણ વાંચોઃ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી ટોચનાં અબજોપતિઓની યાદીમાંથી બહાર, કોની કેટલી સંપત્તિ ગુમાવી


આ વીડિયોની તપાસમાં અમને ઈન્ટરનેટમાં આવો કોઈ વીડિયો કે મેડિકલ રિપોર્ટ મળી નહીં. એટલે કે સોશિયલ મીડિયા પર વાયરલ દાવાનું કોઈ પ્રમાણ મળ્યું નથી જો કે અમે આ વાયરલ વીડિયોની તપાસ ચાલુ રાખી. તપાસમાં અમે વાયરલ વીડિયોની એક એક ફ્રેમને ધ્યાનથી જોઈ. ફ્રેમની જીણવટપૂર્વકની તપાસમાં અમારી સામે આ વાયરલ વીડિયોની હકિકત સામે આવી ગઈ.


તપાસમાં અમને જાણકારી મળી કે આ વીડિયો ડિજિટલ એડિટિંગ કરવામાં આવી છે. બાળકની ડાબી આંખને કોપી કરીને બાળકના માથા પર એડિટિંગના માધ્યમથી ચોંટાડી દેવામાં આવી છે. વર્ષ 2020માં પણ આ વીડિયો જુદા જુદા દાવાઓ સાથે વાયરલ થયો હતો.


આ પણ વાંચોઃ PM મોદીએ બજેટ પહેલાં જ ખોલી દીધી બજેટની પોલ, કાલે સીતારમણ માત્ર જાહેરાતો કરશે


તો અમારી તપાસમાં સ્પષ્ટ થયું કે સોશિયલ મીડિયા પર 3 આંખવાળા બાળક વિશે જે દાવો કરવામાં આવી રહ્યો છે તે દાવો ખોટો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દરેક વીડિયો સાચા હોય તે જરૂરી નથી અને તેથી જ અમે  વીડિયોની સત્યતાની ચકાસણી કરીને દર્શકો સુધી સાચી માહિતી પહોંચાડીએ છીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube