નવી દિલ્હી: ભારતના ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્રની સપાટી પર લેન્ડ થતા પહેલા જ વિક્રમ લેન્ડરનો સંપર્ક ધરતી પરના ઈસરોના વૈજ્ઞાનિકો  સાથે કપાઈ ગયો. આમ છતાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચીને ઈતિહાસ રચી નાખ્યો છે. આ મિશનને લઈને દેશભરના લોકો ઈસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારી રહ્યા છે અને તેમના પ્રયત્નોને બિરદાવી રહ્યાં છે. આવા સમયે દેશમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા સત્તા-વિપક્ષના નેતાઓ પણ એકસાથે એકજૂટ થયેલા જોવા મળ્યાં છે. બધાએ એકસૂરમાં ઈસરોના પ્રયત્નોને બિરદાવ્યાં છે. પીએમ મોદીએ આજે ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરીને તેમના પ્રયત્નોને બિરદાવ્યાં. પીએમ સાથે અન્ય અનેક રાજકીય હસ્તીઓએ પણ ઈસરોના ખુબ વખાણ કર્યાં. 


કોંગ્રેસ
કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે ઈસરોની આખી ટીમને આ આકરા પરિક્ષમ અને સમર્પણ બદલ શુભેચ્છા. તમારો જુસ્સો ભવિષ્યના વૈજ્ઞાનિકો માટે એક પ્રેરણા છે. તમારા પ્રયાસે ઈતિહાસ રચ્યો છે અને સમગ્ર દેશને ગર્વની અનુભૂતિ કરાવી છે. આ ઉપરાંત કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પોતાનું નિવેદન બહાર પાડીને કહ્યું કે મને કોઈ આશંકા નથી કે તમે ત્યાં પહોંચશો. આજે નહીં તો કાલે, એક રાષ્ટ્ર તરીકે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...