21 દિવસનું લૉકડાઉનઃ જાણો શું ખુલ્લું રહેશે, શું બંધ રહેશે
કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે દેશને 21 દિવસ સુધી લૉકડાઉન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાણકારી આપી છે. જાણો આ દરમિયાન કઈ સેવા શરૂ રહેશે અને શું બંધ રહેશે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી કે કોરોના વાયરસથી બચવા માટે દેશને 21 દિવસ લૉકડાઉન કરવામાં આવશે. આ ખતરનાક વાયરસ વિરુદ્ધ સૌથી મહત્વનું હથિયાર સોશલ ડિસ્ટેન્સિંગને સખત રીતે લાગૂ કરવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. તેવામાં તે જાણવું જરૂરી છે કે આ 21 દિવસ દરમિયાન કઈ સેવા ચાલું રહેશે અને શું બંધ થઈ જશે.
કઈ દુકાનો ચાલું રહેશે?
હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રતિબંધ હશે નહીં. મેડિકલ શોપ અને રાશનની દુકાનો ચાલું રહેશે. ડોક્ટરને ત્યાં જવાની મંજૂરી હશે. તમામ રેસ્ટોરન્ટ, દુકાનો, બંધ રહેશે. પેટ્રોલ, સીએનજી, એલપીજી, પીએનજી જેવા સેવાઓ શરૂ રહેશે.
પોતાની ગાડીને મંજૂરી?
પ્રાઇવેટ ગાડીઓના સંચાલનની મંજૂરી પણ ખુબ જરૂરી સ્થિતિમાં હશે. લોકોને માત્ર મેડિકલ જરૂરીયાત લેવા, રાશન, દવા, દૂધ અને શાકભાજી ખરીદવાની મંજૂરી હશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube