કોચ્ચિ: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે સ્પષ્ટપણે કહી દીધુ છે કે જે પણ કઈ આપણા પડોશીના કબ્જામાં છે તે આપણું છે અને તે આપણને મળી જશે. રવિવારે એક કાર્યક્રમમાં રામ માધવે દેશના લોકોને અપીલ કરતા કહ્યું કે ભારતીય હોવાના કારણે આપણી જવાબદારી છે કે આપણે  કાશ્મીરના લોકો સાથે જોડાઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'નવું ભારત નવું કાશ્મીર' પર આયોજિત એક કાર્યક્રમમાં રામ માધવે કહ્યું કે કાશ્મીરના લોકો સાથે જોડાવવું એ પ્રત્યેક ભારતીયની જવાબદારી છે. કારણ કે છ દાયકા સુધી તેમના મનમાં ભાગલાવાદી વિચાર ભરી દેવાયા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતીય હોવાના કારણે આપણે કાશ્મીરને પાકિસ્તાનના ચશ્માથી જોવું જોઈએ નહીં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...