WhatsApp એ પોતાની ઈચ્છાથી નવી પ્રાઈવસી પોલિસી પર લગાવી રોક, દિલ્હી હાઈકોર્ટમાં આપી જાણકારી
વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી (WhastsApp New Privacy Policy) અંગે દાખલ થયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ. આ દરમિયાન વોટ્સએપે કોર્ટને જણાવ્યું કે તેણે નવી પ્રાઈવસી પોલિસીને હાલ પોતાની ઈચ્છાથી હોલ્ડ પર રાખી છે.
નવી દિલ્હી: વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી (WhastsApp New Privacy Policy) અંગે દાખલ થયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ. આ દરમિયાન વોટ્સએપે કોર્ટને જણાવ્યું કે તેણે નવી પ્રાઈવસી પોલિસીને હાલ પોતાની ઈચ્છાથી હોલ્ડ પર રાખી છે.
ડેટા પ્રોટેક્શન બિલ લાગૂ થાય ત્યાં સુધી રોક
વોટ્સએપે કહ્યું કે જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ લાગૂ ન થઈ જાય ત્યાં સુધી કંપની પોતાના યૂઝર્સને નવી પ્રાઈવસી પોલિસી સ્વીકારવા માટે મજબૂર કરશે નહીં. આ સાથે જ કંપનીએ એમ પણ જણાવ્યું કે પ્રાઈવસી પોલિસી નહીં માનનારા ગ્રાહકો પર હાલ કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ કે રોક પણ લગાવવામાં આવશે નહીં.
CCI તપાસમાં હસ્તક્ષેપ કરવાનો દિલ્હી હાઈકોર્ટનો ઈન્કાર
દિલ્હી હાઈકોર્ટે વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની ફેસબુકની એક અરજી પર સુનાવણી ચાલુ હતી. જેમાં કોર્ટે નવી પ્રાઈવસી પોલિસી વિરુદ્ધ CCI ની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. વાત જાણે એમ છે કે 23 જૂનના રોજ દિલ્હી હાઈકોર્ટની એકલ પીઠે વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીની તપાસ મામલે ફેસબુક અને મેસેજિંગ એપ પાસે કેટલીક સૂચના માંતી સીસીઆઈની નોટિસ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.
શું ભારત-યુરોપ માટે અલગ અલગ નીતિ- હાઈકોર્ટ
સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે વોટ્સએપને કહું કે તમારા વિરુદ્ધ આરોપ છે કે તમે ડેટા ભેગો કરીને તમારી બીજી કંપનીઓને આપવા માંગો છો, પરંતુ તમે બીજી પાર્ટીની સહમતિ વગર આમ કરી શકો નહીં. કોર્ટે કહ્યું કે આરોપ એવો પણ છે કે ભારત માટે તમારી પાસે અલગ માપદંડ છે. શું ભારત અને યુરોપ માટે તમારી અલગ અલગ નીતિ છે?
WHO એ Covaxin ના Phase 3 ટ્રાયલના પરિણામોના કર્યા વખાણ, Approval મળવાની આશા વધી
સંસદ પાસેથી મંજૂરી મળ્યા બાદ અલગ નીતિ બનાવી દઈશું-વોટ્સએપ
જેના પર વોટ્સએપે કહ્યું કે અમે પ્રતિબદ્ધતા દર્શાવી છે કે સંસદથી કાયદો આવે ત્યાં સુધી અમે કશું કરીશું નહીં. જો સંસદ અમને ભારત માટે એક અલગ નીતિ બનાવવાની મંજૂરી આપે તો અમે તે પણ બનાવી દઈશું. જો આમ ન થાય તો તેના ઉપર પણ વિચાર કરીશું. કંપનીએ કહ્યું કે જો સંસદ અમને ડેટા શેર કરવાની મંજૂરી આપે તો સીસીઈ પણ કશું કહી શકે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube