વિમાનમાં મહિલા યાત્રીએ રાહુલને કહ્યું, તમારા કારણે ફ્લાઇટ લેટ થઇ રહી છે
રાહુલ ગાંધી ફ્લાઇટમાં ગયા બાદ મોદી સમર્થકો દ્વારા હર હર મોદીના નારા લગાવામાં આવ્યા હતા
રાયપુર : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગત્ત શુક્રવારે છત્તીસગઢની મુલાકાતે હતા. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રાહુલે કોંગ્રેસના પ્રદેશ એકમની નવી બે માળના કાર્યાલય રાજીવ ભવનનું ઉદ્ધાટન કર્યું હતું. છત્તીસગઢ મુલાકાત પર જતા પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીથી રાયપુર ફ્લાઇટ પસંદ કરી હતી. જણાવાઇ રહ્યું છે કે ઇંડિગોની આ ફ્લાઇટમાં રાહુલ ગાંધીના બેસતાની સાથે જે એસપીજીએ સુરક્ષા તપાસ ચાલુ કરી દીધી હતી.
સુરક્ષા તપાસના કારણે સામાન્ય લોકો થયા પરેશાન
સુરક્ષા તપાસના કારણે ફ્લાઇટને ઉડ્યન કરવામાં સમય લાગ્યો હતો. સમાચાર છે કે ફ્લાઇટને ઉડ્યન કરવામાં આશરે એક કલાક જેટલો સમય લાગી શકે છે. તપાસ દરમિયાન લોકોએ ઘણી વાર એરહોસ્ટેસને પુછ્યું કે ફ્લાઇટ ક્યારે જશે. મળતી માહિતી અનુસાર અચાનક રાહુલની પાછળની સીટ પર બેઠેલ એક યાત્રીએ હર હર મોદીના નારાઓ લગાવવાના ચાલુ કરી દીધા હતા.
નારા લગાવનારા યાત્રીઓએ જવાબમાં ફ્લાઇટમાં રહેલા લોકોએ રાહુલના સમર્થનમાં પણ નારેબાજી કરી. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી ફ્લાઇટની વચ્ચે વિંડો સીટ પર બેઠા હતા. તેમની પાછળ અને આગળ એસપીજી જવાનો બેઠેલા હતા.
લોકોએ રાહુલ ગાંધી સાથે સેલ્ફી લીધી
રાહુલ ગાંધી નારેબાજી અંગે પ્રતિક્રિયા દેવાના બદલે માત્ર હસતા રહ્યા હતા. જ્યારે પાછલી સીટ પર બેઠેલા યાત્રીઓએ વડાપ્રધાન મોદીના નામના નારા લગાવ્યા બાદ ઘણા યાત્રીઓએ રાહુલના નામે નારા પણ લગાવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ તમામ વચ્ચે એક મહિલાએ રાહુલ પાસે જઇને કહ્યું કે, તમારા કારણે ફ્લાઇટ લેટ થઇ રહી છે. તે અંગે રાહુલે જવાબ આપતા કહ્યું કે, હું આ અંગે કંઇ કરી શકું તેમ નથી. આ મોદીજી દ્વારા મને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. ફ્લાઇટમાં આ ઘટના બાદ કેટલાક લોકોએ રાહુલની સાથે સેલ્ફી લીધી હતી.