પૌષ્ટિક આંબળાનું સેવન ક્યારે નુકસાનકારક બની શકે? વાંચો અહેવાલ
આંબળાને ઈન્ડિયન ગુસબેરીના નામથી પણ ઓળખે છે. આંબળામાં પૂરતા પ્રમાણમાં વિટામીન સી હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારક હોય છે.
આંબળાને ઈન્ડિયન ગુસબેરીના નામથી પણ ઓળખે છે. આંબળામાં પૂરતા પ્રમાણમાં વિટામીન સી હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારક હોય છે. આંબળા વાળને મજબુત કરે છે, આંખોની રોશની વધારે છે અને આ સાથે જ ઈમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરવામાં પણ ફાયદાકારક છે. આંબળાના લાભ અંગે તો આપણે બધા જાણીએ છીએ પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે આંબળાના વધુ સેવનથી અનેક પ્રકારના નુકસાન પણ થાય છે. કોઈ પણ વસ્તુનો અતિરેક નુક્સાન કરે છે. આંબળાના મામલે પણ કઈંક એવું જ છે. આવો જાણીએ કે કયા પ્રકારના નુકસાન થાય છે.
લિવરને નુક્સાન પહોંચાડે છે
આંબળાનું આદુ સાથેનું સેવન લિવરને નુકસાન પહોંચાડે છે. તેનું જરૂરિયાત કરતા વધુ સેવન કરવાથી લિવર એન્ઝાઈમ્સનું સ્તર વધારી દે છે. જેને સીરમ ગ્લૂટામિક પાઈરુવિક ટ્રાન્સઅમાઈનેઝ (એસજીપીટી) કહે છે. તે લિવર માટે હાનિકારક છે.
કબજિયાત થાય છે
જો તમને બ્લ્ડપ્રેશર હોય તો તમારે વધુ પ્રમાણમાં આંબળા ખાવા જોઈએ નહીં. આંબળામાં ફાઈબર હોય છે. જેનું વધુ સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થાય છે. તેનું સેવન કરતી સમયે પૂરતા પ્રમાણમાં પાણી પીવુ જોઈએ.
બ્લડપ્રેશરને પ્રભાવિત કરે છે
હાઈ બ્લડપ્રેશર અને કિડનીની બીમારીથી પીડિત હોવ તો આંબળાનું વધુ પ્રમાણમાં સેવન ન કરો. આંબળા શરીરમાં સોડિયમનું સ્તર વધારે છે અને કિડનીની કાર્યપ્રણાલી પર અસર નાખે છે. આથી આંબળા આ સ્થિતિમાં નુકસાનકારક બની શકે છે.
પેશાબ દરમિયાન સોજો આવવો
આંબળામાં વિપુલ પ્રમાણમાં વિટામીન સી હોય છે જેનું જરૂરિયાત કરતા વધુ સેવન કરવાથી પેશાબમાં પરેશાની અને બળતરા થાય છે. પેશાબ કરતી વખતે સોજો આવે છે અને સાથે સાથે દુર્ગંધ પણ આવે છે.
એસિડિટી વધી શકે છે
આંબળાનું વધુ સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ વધે છે. તેનાથી ભોજન ન પચવાની અને એસિડિટીની સમસ્યા પણ પેદા થાય છે.