નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના નેતા ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) સોમવારે રાજ્યસભામાંથી નિવૃત્ત થયા. તેમના કાર્યકાળના છેલ્લા દિવસે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ તેમના ખુબ વખાણ કર્યા. ત્યારબાદ તેઓ ભાજપ (BJP) માં જોડાય તેવી અટકળો ખુબ તેજ થઈ ગઈ છે. હવે ગુલામ નબી આઝાદે પોતે આ સવાલનો જવાબ આપ્યો છે અને જણાવ્યું કે તેઓ ક્યારે ભાજપ જોઈન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી સાથે કેવા છે ગુલામ નબી આઝાદના સંબંધ
હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીત કરતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad)  તમામ અટકળો પર જવાબ આપ્યો. આ સાથે જ તેમણે પીએમ મોદી (PM Modi)  સાથે પોતાના સંબંધો ઉપર પણ વિસ્તારપૂર્વક વાત કરી. તેમણે કહ્યું કે, 'અમે એકબીજાને 90ના દાયકાથી જાણીએ છીએ. જ્યારે અમે બંને મહાસચિવ હતા અને અમે વિભિન્ન વિચારોનું પ્રતિનિધિત્વ કરનારી ટીવી ચર્ચાઓમાં જતા હતા. અમે ચર્ચા દરમિયાન વૈચારિક લડાઈ લડતા હતા, પરંતુ જો અમે જલદી પહોંચી જતા તો એક સાથે બેસીને ચા પીતા હતા અને વાતચીત કરતા હતા. ત્યારબાદ અમે એકબીજાને મુખ્યમંત્રીઓની બેઠક, પ્રધાનમંત્રીની બેઠકોમાં, ગૃહમંત્રીની બેઠકોમાં વધુ જાણવા લાગ્યા. જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે હું સ્વાસ્થ્ય મંત્રી હતો. અમે દર 10-15 દિવસે અલગ અલગ મુદ્દાઓ પર વાત કરતા હતા.' 


Rahul Gandhi સંસદની મર્યાદા ભૂલ્યા, જાણો લોકસભા સ્પીકરે શું કહ્યું? 


રાજ્યસભામાં કેમ રડ્યા પીએમ મોદી અને આઝાદ
વિદાય ભાષણ પર રાજ્યસભામાં ગુલામ નબી આઝાદ અને પીએમ મોદી બંને ભાવુક થઈ ગયા હતા. ગુલામ નબી આઝાદે કહ્યું કે 'અમે બંને એકબીજાને જાણતા હતા એટલે નહતાં રડ્યા, પરંતુ રડવાનું કારણ એ હતું કે 2006માં એક ગુજરાતી પર્યટક બસ પર કાશ્મીરમાં હુમલો થયો હતો અને હું તેમની સાથે વાત કરતા કરતા રડવા લાગ્યો હતો. પીએમ કહી  રહ્યા હતાં કે અહીંથી એક એવી વ્યક્તિ નિવૃત્ત થઈ રહી છે જે એક સારા માણસ પણ છે. આ કહાનીને તેઓ પૂરી કરી શક્યા નહીં કારણ કે તેઓ ભાવુક થઈ ગયા. ત્યારબાદ હું આ કહાનીને પૂરી કરવા માંગતો હતો. પરંતુ હું પણ કરી શક્યો નહીં. કારણ કે મને લાગ્યું કે હું 14 વર્ષ પહેલાની તે પળમાં જતો રહ્યો જ્યારે હુમલો થયો હતો.'


ક્યારે ભાજપ જોઈન કરશે ગુલામ નબી આઝાદ?
ગુલામ નબી આઝાદને જ્યારે ભાજપ જોઈન કરવાની અટકળો અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 'જ્યારે કાશ્મીરમાં કાળો બરફ પડશે, ત્યારે હું ભાજપમાં જોઈન થઈશ. ભાજપ જ કેમ, તે દિવસે હું કોઈ અન્ય પાર્ટીમાં પણ સામેલ થઈ જઈશ. જે લોકો આમ કહે છે, આ પ્રકારની અફવાઓ ફેલાવે છે તેઓ મને જાણતા નથી.'


West Bengal: એકવાર કોરોના રસીકરણનું કામ પૂરું થાય પછી CAA લાગુ કરીશું- અમિત શાહ


ગુલામ નબી આઝાદે યાદ કર્યો જૂનો કિસ્સો
ગુલામ નબીએ આગળ કહ્યું કે, 'જ્યારે રાજમાતા વિજય રાજે સિંધિયા વિપક્ષના ઉપનેતા હતા ત્યારે તેમણે ઊભા થઈને મારા પર કેટલાક આરોપ લગાવ્યા હતા. હું ઉભો થયો અને કહ્યું કે આ આરોપને ખુબ ગંભીરતાથી લઉ છું અને સરકાર તરફથી હું એક સમિતિ બનાવવાનું સૂચન કરવા માંગીશ, જેની અધ્યક્ષતા અટલ બિહારી વાજપેયી કરશે અને તેમા રાજમાતા સિંધિયા તથા લાલકૃષ્ણ અડવાણી સભ્ય હશે. મેં કહ્યું કે તેમણે 15 દિવસમાં રિપોર્ટ પૂરો કરવો જોઈએ અને તેઓ જે પણ સજાનું સૂચન કરશે તે હું સ્વીકારી  લઈશ. પોતાનું નામ સાંભળતા જ વાજપેયીજી મારી પાસે આવ્યા અને પૂછ્યું કે આવું કેમ. જ્યારે મે તેમને કહ્યું તો તેમણે ઊભા થઈને કહ્યું- હું સદન અને ગુલામ નબી આઝાદની ક્ષમા માંગવા ઈચ્છુ છું. રાજમાતા સિંધિયા કદાચ તેમને (ગુલામ નબી આઝાદ)ને ઓળખતા નથી, પરંતુ હું ઓળખું છું.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube