હાઈ લા! લગ્ન ટાણે દુલ્હેરાજા ન પહોંચ્યા તો બહેનના ભાઈ સાથે કરાવી દીધા લગ્ન, ચોંકાવનારો કિસ્સો
પૈસાની લાલચમાં ભાઈએ બહેન સાથે ફેરા લઈ લીધા...બોલો. આ મામલો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. આ મામલો જ્યારે સામે આવ્યો તો પહેલા તો અધિકારીઓ નનૈયો ભણતા રહ્યા પરંતુ મામલાએ તૂલ પકડતા હવે અધિકારી તપાસની વાત કરી રહ્યા છે.
UP News: ઉત્તર પ્રદેશથી એક એવો મામલો સામે આવ્યો છે કે જાણીને ચોંકી જશો. પૈસાની લાલચમાં ભાઈએ બહેન સાથે ફેરા લઈ લીધા...બોલો. આ મામલો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. પૈસા માટે કોઈ આવું કેવી રીતે કરી શકે?
યુપીના મહરાજગંજના લક્ષ્મીપુર બ્લોકમાં પાંચ માર્ચના રોજ મુખ્યમંત્રી સામૂહિક વિવાહ કાર્યક્રમ થયો હતો. લક્ષ્મીપુર બ્લોક ક્ષેત્રના એક ગામમાં પરિણીત યુવતીએ પણ સામૂહિક વિવાહ યોજના માટે અરજી કરી હતી. તપાસ બાદ પાંચ માર્ચના રોજ યુવતીના પતિએ આવવાનું હતું પરંતુ કોઈ કારણસર તે આવ્યો નહીં. અધિારીઓ અને વચેટિયાઓએ તેના પતિની જગ્યાએ ભાઈને જ મંડપમાં બેસાડી દીધો. એટલું જ નહીં બહેનના ભાઈ સાથે સાત ફેરા પણ ફેરવી દીધા.
ઈન્દિરા ગાંધીના 'ત્રીજા પુત્ર'ની તાકાત આગળ બધુ ફેલ? BJP માટે આ બેઠક જીતવી મોટો પડકાર
આ મામલો જ્યારે સામે આવ્યો તો પહેલા તો અધિકારીઓ નનૈયો ભણતા રહ્યા પરંતુ મામલાએ તૂલ પકડતા હવે અધિકારી તપાસની વાત કરી રહ્યા છે અને ગ્રાન્ટની રકમ પર રોક લગાવવા માટે જદ્દોજહેમત કરી રહ્યા છે. આ સાથે જ યોજના હેઠળ અપાયેલો સામાન પણ પાછો લેવાની કાર્યવાહી કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનામાં ધાંધલીનો આ પહેલો કેસ નથી. આ અગાઉ સોનભદ્ર, બાંદા, ઝાંસી અને હવે મહરાજગંજથી આવો મામલો સામે આવતા પ્રશાસનના હોશ ઉડ્યા છે.
મોટી કાર્યવાહીના મૂડમાં ચૂંટણી પંચ! ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube