નવી દિલ્હીઃ સદીના સૌથી ભયાનક પૂરનો સામનો કરેલું કેરળ હવે તેમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ પહેલા 1924માં કેરળમાં સૌથી ભયાનક પૂર આવ્યું હતું. તે સમયે દેશમાં અંગ્રેજોનું શાસન હતું. ત્યારે આ પૂર કેરલના માલાબાર વિસ્તારમાં આવ્યું હતું. તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પૂરમાં ડૂબેલા કેરલની મદદ કરવા માટે દેશભરમાંથી 6 હજાર રૂપિયા ભેગા કર્યા હતા. તે સમયે પ્રમાણે આ મોટી રકમ હતી. તેનાથી પણ અઘરી વસ્તુ પૈસા ભેગા કરવાની હતી. આ વખતે પૂરથી 290 કરતા વધુ લોકોના જીવ ગયા છે. જ્યારે 10 લાખ લોકો પૂરને કારણે વિસ્થાપિત થયા છે. પરંતુ 1924ના પૂરમાં મૃત્યુઆંક ઓછો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે મહાત્મા ગાંધીએ પોતાના અખબાર યંગ ઈન્ડિયા અને નવજીવનમાં તે પૂર વિશે દરરોજ લખીને લોકોને  આ ભયાનક દુર્ઘટના વિશે જણાવ્યું હતું. ત્યારે તેમણે પોતાના અખબારના માધ્મયથી લોકોને જણાવ્યું કે, લોકો માલાબાર (કેરળ)ની મદદ કરે. 


મહિલાઓએ પોતાના ઘરેણા કર્યા હતા દાન
મહાત્મા ગાંધીની આ અપીલની તમામ પર ખૂબ અસર થઈ હતી. મહિલાઓએ પોતાના ઘરેણા પણ દાનમાં આપી દીધા હતા. ઘણા બાળકોએ પણ આ અપીલ પર દાન આપ્યું હતું. ઘણા લોકો દાન માટે એક દિવસ ભૂખ્યા પણ રહ્યાં હતા. ઘણાએ પોતાના ભાગનું દૂધ વેંચીને પણ દાન કર્યું હતું. 


જ્યારે એક બાળકીએ ચોરેલા પૈસાનું પણ કર્યું દાન
મહાત્મા ગાંધીએ પોતાના સમાચાર પત્પ નવજીવનમાં લખેલા એક લેખમાં જણાવ્યું હતું કે, એક યુવતીએ તો ચોરી કરેલા ત્રણ પૈસા પણ દાનમાં આપી દીધા હતા. તેમણે પોતાના લેખમાં લખ્યું હતું કે માલાબારનો ભાગ ખૂપ પીડિમાંથી પસાર થઈ રહ્યો છું. 


કેરળના ઇતિહાસમાં 1924માં આવેલા આ પૂરને મહાપ્રલયના નામથી ઓળખવામાં આવે છે. તેને હજુ પણ ગ્રેટ ફ્લડ ઓફ 99 કહેવામાં આવે છે. 99 તેને મલયાલમ કેલેન્ડર પ્રમાણે કહેવામાં આવે છે. આ પૂર તે કેલેન્ડર પ્રમાણે 1099માં આવ્યું હતું. તે સમયે કેરળ ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. ત્રાવણકોર, કોચ્ચિ અને માલાબાર.