Passenger Dance on Platform: ભારતીય રેલવે દેશની લાઇફ લાઇન ગણવામં આવે છે. પરંતુ એ પણ કહેવામાં આવે છે કે રેલવે ક્યારેય સમયસર પહોંચતી નથી. એવામાં રેલવેએ ગજબનું કારનામો કરી બતાવ્યો છે. જોકે મધ્યપ્રદેશના રતલામ સ્ટેશન પર ટ્રેન 20 મિનિટ પહેલાં પહોંચી ગઇ. તેનાથી મુસાફરોએ એટલા ખુશ થયા કે સ્ટેશન પર જ ગરબા કરવા લાગ્યા. 


પ્લેટફોર્મ પર ગરબા કરવા લાગ્યા મુસાફરો
આ ગરબા ડાન્સનો વીડિયો રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ ઘટના મધ્યપ્રદેશના રતલામ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6  ની છે. આ પ્લેટફોર્મ પર જે ટ્રેન પહોંચી તે ધાર્મિક યાત્રા પર જઇ રહેલા યાત્રીઓ હતા. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-હરિદ્રાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (22917) હતી જે બાંદ્રાથી હરિદ્રાર જઇ રહી હતી. બુધવારે રાત્રે જેવી રતલામ પહોંચી તો એક કોચમાંથી મોટી સંખ્યામાં મુસાફરો ઉતર્યા અને તેમણે ગરબા કરવાનું શરૂ કર્યું.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube