5G In India : ભારતમાં સત્તાવાર 5G લોન્ચ થયાને એક અઠવાડિયાથી વધુ સમય થઇ ચૂક્યો છે અને ટેલીકોમ કંપની જેમકે Airtel અને Jio હજુ ભારત નેકસ્ટ-જેન નેટવર્ક સેવાઓ (Next-gen Network Sevices) અપી રહી છે. એરટેલ આઠ શહેરોમાં પોતાની '5G Plus' સેવા શરૂ કરી દીધી છે અને જિયો કેટલા મુખ્ય ક્ષેત્રોમાં 5G ટ્રાયલ્સ (5G Trials) કરી રહ્યા છે. આ મહિને દિવાળીની આસપાસ જિયો ઓફિશિયલી 5G નેટવર્ક લોન્ચ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે 5G લોન્ચ થયા બાદ પણ કેટલાક લોકો- જે તે શહેરોમાં રહે છે જ્યાં 5G લોન્ચ થઇ ચૂક્યું છે. પોતાના સ્માર્ટફોન પર 5G ઉપયોગ કરી શકતા નથી. તેના લીધે આ તેમના ફોન પર સોફ્ટવેર-ઓરિએન્ટેંડ લોક (Software Oriented Lock) છે, જે તેમના સુધી 5G નેટવર્કના એક્સેસ પહોંચતા રોકે છે. આ પ્રકારના લોક ઘણીવાર લોન્ચ વખતે જ ડિવાઇસીસ પર લગાવી દે છે, કારણ કે તે દરમિયાન તેમાં સંબંધિત નેટવર્ક લોન્ચ થયું ન હોત. સર્વિસિઝ ઉપલબ્ધ થતાં કંપનીઓ ગ્રાહકોને અપડેટ મોકલીને લોક હટાવી દે છે.  

હદ કર દી આપને: કોલેજમાં યૌવન હિંડોળે ચઢ્યું, આ વીડિયો જોઇને આંખો થઇ જશે પહોળી


એપલ, સેમસંગ અને વનપ્લસ સહિત અન્ય મુખ્ય બરાંડોએ અત્યાર સુધી 5G યૂઝને ચાલુ કરવા માટે આ પ્રકારના ઘણા અપડેટ જાહેર કર્યા નથી. પરંતુ એરટેલના Xiaomi, Vivo અને Oppo અનુસાર જેવા અન્ય મોબાઇલ માટે 5G નેટવર્ક લગભગ તૈયાર છે. આવો જાણીએ કઇ બ્રાંડમાં ક્યાં સુધી 5G નેટવર્ક મળતું થઇ જશે. 


દિવાળીના દિવસે કરી લો આ ફૂલનો ચમત્કારી ઉપાય, ચૂંબકની માફક ખેંચી લાવશે પૈસા


વનપ્લસ
જ્યારે વનપ્લસે ભારતમાં અત્યાર સુધી ઘણા 5G ફોન લોન્ચ કર્યા છે, તેની લાઇનઅપ તે ડિવાઇસીસના એક મિકસ્ડ બેગ છે જે સીધા 5G સપોર્ટ કરે છે અથવા અપડેટ માટે રાહ જોઇ રહ્યા છે. OnePlus Nord જેવા કેટલાક જૂન ફોનમાં જે સીધા 5G રેડી છે, જ્યારે OnePlus Nord 2, હજુ પણ 5G-રેડી સોફ્ટવેર અપડેટ  (5G-Ready Software Update) ની રાહ જોઇ રહ્યા છે. OnePlus ના 5Gઅ પડેટને લઇને હાલ કોઇ જાણકારી નથી. 


ગૂગલ
Google ના Pixel ફોનની રેંજમાં, ભારતમાં લોન્ચ થનાર એકમાત્ર 5G-ઇનેબલ્ડ ફોન Pixel 6a છે, જેને આ વર્ષની શરૂઆતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં લોન્ચ થયેલા Pixel 7 અને Pixel 7 Pro પણ 5G નેટવર્કને સપોર્ટ કરશે. પરંતુ ગૂગલે અત્યાર સુધી આ ડિવાઇસિસ માટે 5G અપડેટ સંબંધિત નિવેદન આપ્યું નથી. અત: Pixel 7, 7 Pro અને Pixel 6a 5G ને સપોર્ટ કરનાર ડિવાઇસીસ છે. 


મોટોરોલા
મોટોરોલાના ઘણા 5G સ્માર્ટફોન 5G રેડી થવા માટે અપડેટની રાહ જોઇ રહ્યા છે. તેમાં એઝ-30 સીરીઝ ફોન, એઝ-20 સીરીઝ ફોન અને મોટો-G 5G અને મોટો-G51G,  G17, G62 અને G82 જેવા અન્ય ડિવાઇસીસ સામેલ છે. મોટોરોલાએ જણાવ્યું હતું કે તેણે કેટલાક ફોન માટે પોતાના 5G અપડેટ જાહેર કરવાનું શરૂ કરી દીધું અને અન્યને આ વર્ષે 5 નવેમ્બર સુધી અપડેટ મળી જશે. 


અન્ય બ્રાંડ 
Xiaomi, Redmi, Poco, Realme, Oppo, Vivo, iQOO અને Infinix જેવી બ્રાંડોની પાસે તમામ સપોર્ટેડ ફોન પહેલાંથી જ 5G-રેડી સોફ્ટવેર છે અને અપડેટની રાહ જોવાની જરૂર નથી. સાથે જ તમને જણાવી દઇએ કે Asus, Honor, LG, Nokia અને Tecno જેવા મેકર્સના કેટલાક 5G ફોનને લઇને કોઇ ઓફિશિયલ જાણકારી નથી કે સપોર્ટેડ ફોન માટે 5G અપડેટ ક્યારે રોલ આઉટ થશે.