નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાનો દર જણાવતી 'આર-વેલ્યુ' 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે વધુ ઘટીને 1.57 થઈ ગઈ છે અને દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આગામી પખવાડિયામાં ટોચ પર પહોંચે તેવી શક્યતા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસના પ્રારંભિક વિશ્લેષણમાં આ માહિતી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IIT મદ્રાસે શેર કર્યો ચોંકાવનારો ડેટા 
'આર-વેલ્યુ' જણાવે છે કે એક વ્યક્તિ કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે. જો આ દર એકથી નીચે આવે છે, તો એવું માનવામાં આવે છે કે વૈશ્વિક મહામારી સમાપ્ત થઈ ગયો છે. IIT મદ્રાસ દ્વારા શેર કરાયેલા વિશ્લેષણ મુજબ, R-વેલ્યુ 14 જાન્યુઆરી થી 21 જાન્યુઆરીની વચ્ચે આર-વેલ્યૂ 1.57 નોંધાઇ, જે 7 અને 13 જાન્યુઆરી વચ્ચે 2.2, 1 થી 6 જાન્યુઆરી વચ્ચે ચાર અને 25 અને 31 ડિસેમ્બરની વચ્ચે 2.9 નોંધવામાં આવી હતી.


મુંબઈની આર-વેલ્યુ 0.67
પ્રોફેસર નિલેશ એસ ઉપાધ્યાય અને પ્રોફેસર એસ સુંદરની અધ્યક્ષતામાં IIT મદ્રાસના ગણિત વિભાગ અને સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર કોમ્પ્યુટેશનલ મેથેમેટિક્સ એન્ડ ડેટા સાયન્સે  કોમ્પ્યુટેશનલ મોડેલિંગ દ્વારા પ્રારંભિક વિશ્લેષણ કર્યું. માહિતી અનુસાર, મુંબઈની આર-વેલ્યુ 0.67, દિલ્હીની આર-વેલ્યુ 0.98, ચેન્નાઈની આર-વેલ્યુ 1.2 અને કોલકાતાની આર-વેલ્યુ 0.56 છે.


દિલ્હી અને ચેન્નાઈમાં ચિંતાજનક સ્થિતિ
IIT મદ્રાસના ગણિત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જયંત ઝાએ જણાવ્યું કે મુંબઈ અને કોલકાતાના આર-વેલ્યુ સૂચવે છે કે ત્યાં મહામારીની ટોચ સમાપ્ત થઈ ગઈ છે, જ્યારે દિલ્હી અને ચેન્નાઈમાં તે હજુ પણ એકની નજીક છે. .


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube