દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આ ચેતવણી તમે અનેક ઠેકાણે વાંચી હશે અને સાંભળી પણ હશે. આપણા ગુજરાતમાં તો દારૂબંધી છે પરંતુ આમ છતાં ગેરકાયદેસર રીતે લોકો પીતા હોય છે. કેટલાક લોકો પુષ્કળ પ્રમાણમાં સેવન કરે છે તો કેટલાક લોકો ક્યારેક ક્યારેક પણ કરતા હોય છે. મીડિયા રિપોર્ટમાં તજજ્ઞના હવાલે જણાવ્યું છે કે આપણું શરીર એક કલાકમાં ફક્ત એક જ ડ્રિંક અને દિવસમાં કુલ 3 ડ્રિંક જ પચાવી શકે છે. પરંતુ એક કરતા વધુ સ્ટાન્ડર્ડ ડ્રિંક પીવું હંમેશા ખરાબ રહે છે. દારૂ પીવાથી જો કોઈને કઈકને કઈ સ્વાસ્થ્ય સમસ્યા થાય છે તો તે દારૂ પીવાનું બંધ કરી દે છે. પરંતુ શું તમને ખબર છે કે જો કોઈને દારૂની લત હોય અને તે અચાનક દારૂ પીવાનું બંધ કરી દે તો શું થશે? ખાસ વાંચો આ અહેવાલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે તમે દારૂ પીવાનું બંધ કરી દો તો શું થાય છે?
જો તમે દારૂની લતમાંથી છૂટકારો મેળવવાનું મન બનાવી રહ્યા છો તો ડોક્ટરની સલાહ જરૂર લો કારણ કે જો શરીરને લાંબા સમયથી દારૂની લત હોય અને અચાનક બંધ કરી દેશો તો બોડીનું મિકેનિઝમ બગડી શકે છે. ડોક્ટર તમને દારૂ છોડવાની યોગ્ય રીત જણાવશે. Dailystar મુજબ જો તમે અચાનક દારૂનું સેવન બંધ કરી દો તો શરીર પર આ પ્રભાવ જોવા મળી શકે છે. એન્ગ્ઝાઈટી, ડિપ્રેશન, થાક, ફોકસ ન રહેવું, ચિડચિડિયાપણું, કંપારી, ઈમોશનલ થઈ જવું, બ્લડ પ્રેશર વધી જવું, માથાનો દુ:ખાવો, ભૂખમાં કમી, પરસેવો વળવો, હ્રદયના ધબકારા વધવા, ઊંઘ ન આવવી. 


મેન્ટલ હેલ્થ 
જો તમે દારૂની લત છોડવાનું મન બનાવી ચૂક્યા છો તો તેનાથી તમારા માનસિક સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો થશે. રોજે રોજ વધુ પ્રમાણમાં દારૂ પીવાથી માથામાં કેમિકલ્સના કામોમાં અડચણ આવી શકે છે જેનાથી અનેક માનસિક બીમારીઓ થઈ શકે છે. જો તમે ડોક્ટરની સલાહ લઈને ધીરે ધીરે દારૂનું સેવન બંધ કરશો તો માથામાં કેમિકલ સારી રીતે કામ કરશે અને મગજ પણ શાંત રહેશે. 


આ ઉપરાંત શરીરમાં વધુ એનર્જી મહેસૂસ થશે. ઊંઘ સારી રીતે આવશે. કામ પર ફોકસ કરી શકશો. ત્વચા સારી થશે. વજન ઓછું થશે. ડેઈલી રૂટીનના કામો પ્રભાવિત થશે નહીં. 


દારૂ પીવાનું બંધ કરશો તો થશે લાંબાગાળાના ફાયદા
એ વાત તો બધાને ખબર જ છે કે દારૂ પીવાથી શરીરને કેટલું નુકસાન થાય છે. જો કોઈ સતત વધુ પડતો  દારૂ પીવે તો તેને અનેક જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે. પરંતુ જો કોઈ દારૂ પીવાનું છોડે અનેક ગંભીર બીમારીઓનું જોખમ પણ ઓછું થઈ શકે છે. 


દારૂ પીવાનું છોડ્યા બાદ કેટલા સમયમાં શરીર સામાન્ય થાય છે?
રિપોર્ટ મુજબ તમારી ઉંમર, વજન અને દારૂ પીવાની હેબિટ પર એ આધાર રહેશે કે તમારું શરીર કેટલું જલદી સારી રીતે રિસ્પોન્સ આપશે. દાખલા તરીકે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી વધુ પડતો દારૂ પીતો હોય તો તેના શરીરને દારૂ છોડ્યા બાદ નોર્મલ થવામાં વધુ સમય લાગશે. મોટાભાગના કેસમાં દારૂથી ડિટોક્સ થવામાં શરીરને લગભગ એક અઠવાડિયા જેટલો સમય લાગે છે. જો તમે ખુબ દારૂ પીતા હોવ તો તમારા શરીરને દારૂ છોડ્યા બાદ નોર્મલ થવામાં અનેક મહિનાનો સમય પણ લાગી શકે છે. 


દારૂનો શરીર પર શું પ્રભાવ હોય છે?
દારૂ પીવાથી શરીરને થતા નુકસાન વિશે બધા જાણતા હોય છે. જે દિવસથી તમે દારૂ પીવાનું શરૂ કરો છો તે દિવસથી તેના દુષ્પ્રભાવ શરીર પર હાવી થવાના શરૂ કરી દે છે. દારૂ પીનારા લોકોના શરીરમાં આ દુષ્પ્રભાવ જોવા મળવાના શરૂ થઈ જાય છે. જેમાંથી કેટલાક લોંગ ટર્મ બાદ જોવા મળે છે તો કેટલાક જલદી જોવા મળે છે.  જોવા મળતા દુષ્પ્રભાવોમાં ઉલ્ટી, માથાનો દુખાવો, ઝાડા, ફોક્સમાં સમસ્યા, નિર્ણય લેવામાં પરેશાની, બેહોશી, મેમરી લોસ, હ્રદયની બીમારી, લિવરની બીમારી, ઈમ્યુનિટી નબળી પડવી, ડિપ્રેશન, નપુંસકતા કે શિઘ્રપતનની સમસ્યા, વાંઝિયાપણું 


(Disclaimer:- અહીં અપાયેલી માહિતી એક સ્ટડીના આધારે આપવામાં આવી છે.  , ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી તથા અમે દારૂ પીવાની વાતને પ્રોત્સાહન પણ આપતા નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube