નવી દિલ્હી: પાંચ વિધાનસભાની ચૂંટણીઓનું કાઉનડાઉન પુરું થઈ ગયું છે. પંજાબમાં આપને પ્રચંડ બહુમત મળ્યો છે, જ્યારે અન્ય ચાર રાજ્યોમાં ભાજપે સત્તા મેળવી છે. હવે સમગ્ર દેશમાં બે રાજ્યોમાં જ કોંગ્રેસની સરકાર છે. ત્યારે કોંગ્રેસની મળેલી હાર બાદ છ દિવસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે આ રાજ્યોમાં ચૂંટણી પછીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે પાંચ વરિષ્ઠ નેતાઓની નિમણૂંક કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો કેવી રીતે કામ કરશે સોનિયા ગાંધીની ટીમ
નેતા ધારાસભ્ય ઉમેદવારો અને મહત્ત્વપૂર્ણ નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ સંગઠનાત્મક ફેરફાર કરવાનું સૂચન આપવામાં આવ્યું. રાજ્યસભા સાંસદ રજની પાટિલ ગોવા, જયરામ રમેશ મણિપુર, અજય માકન પંજાબ, જિતેન્દ્ર સિંહ ઉત્તર પ્રદેશ અને અવિનાશ પાંડે ઉત્તરાખંડની સ્થિતિનું મૂલ્યાંકન કરશે.


G23 સમૂહની બેઠક બાદ લેવાયો નિર્ણય
કોંગ્રેસ અધ્યક્ષે આ રાજ્યોના રાજ્ય એકમના વડાઓને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું, તેના એક દિવસ પછી જ પહેલ કરવામાં આવી છે. આ કદમ ત્યારે ઉઠાવવામાં આવ્યું, જ્યારે કોંગ્રેસના અસંતુષ્ટ નેતા, જેમણે G23 સમૂહ કહેવામાં આવે છે. પાર્ટીની અપમાનજનક હાર બાદ પોતાની રણનીતિ તૈયાર કરવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને બેઠક કરી રહ્યા છે.


સીડબ્લ્યૂસી બેઠકમાં લેવામાં આવ્યા ઘણા નિર્ણય
સોનિયા ગાંધીએ પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેનાર સંસ્થા કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં રવિવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે પોતાના નેતૃત્વમાંથી ખસી જવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ CWC સભ્યો દ્વારા તેમની ઓફરને નકારી કાઢવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube