નવી દિલ્હીઃ શું તમે જાણો છો કે જનસંખ્યા પ્રમાણે દુનિયાના 20 સૌથી મોટા શહેર ક્યા છે? આ વિશે World of Statistics એ પોતાના એક્સ હેન્ડલ પર ડેટા શેર કર્યો છે. આ ડેટા પ્રમાણે જનસંખ્યા પ્રમાણે દુનિયાનું સૌથી મોટુ શહેર જાપાનનું ટોક્યો-યોકોહામા છે. અહીંની જનસંખ્યા 37.73 મિલિયન છે. બીજા નંબર પર ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર છે, જેની જનસંખ્યા 33.75 મિલિયન છે. ત્રીજા નંબર પર ભારતની રાજધાની દિલ્હી છે, જેની જનસંખ્યા 32.22 મિલિયન છે.  


આ યાદીમાં ચોથા સ્થાને ગુઆંગજૌ ફોશાન છે, જેની જનસંખ્યા 26.94 મિલિયન અને પાંચમાં સ્થાને ભારતનું મુંબઈ છે. મુંબઈની જનસંખ્યા 24.97 મિલિયન છે. છઠ્ઠા સ્થાને 24.92 મિલિયનની સાથે મનીલા અને સાતમાં નંબર પર 24.07 મિલિયન સાથે સંઘાઈ છે. આઠમાં નંબર પર 23.08 મિલિયનની સાથે સાઓ પાઉલો અને નવમાં નંબર પર સિયોલ-ઇનચાન છે, જેની જનસંખ્યા 23.01 મિલિયન છે. દસમાં નંબર પર મેક્સિકો સિટી છે, જેની જનસંખ્યા 21.80 મિલિયન છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube