નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વેરિએન્ટ અત્યાર સુધીમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયો છે. ઓમિક્રોન વિશે નિષ્ણાતોનું માનવું છે કે આ નવો વેરિઅન્ટ ભલે બહુ ખતરનાક ન હોય, પરંતુ તે ખૂબ જ ઝડપથી ફેલાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેલ્ટાએ આ રીતે કર્યા હતા પ્રભાવિત
જ્યારે કોરોનાની બીજી લહેર એટલે કે ડેલ્ટા વેરિઅન્ટે દેશમાં તબાહી મચાવી હતી, ત્યારે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે ડેલ્ટા વેરિઅન્ટ લોકોના ફેફસાને સૌથી વધુ અસર કરી રહ્યો છે. એવામાં જ્યારે દેશમાં અન્ય વેરિઅન્ટ એટલે કે ઓમિક્રોનની શરૂઆત થઇ છે, ત્યારે લોકોના મનમાં સવાલો ઉદભવી રહ્યા છે કે આ નવો વેરિઅન્ટ શરીરના કયા ભાગ ટાર્ગેટ કરે છે.

Corona : તૂટ્યા જૂના તમામ રેકોર્ડ! 1 દિવસમાં સામે આવ્યા 16 લાખ કેસ, આટલા લોકોના મોત


ઓમિક્રોન કેવી રીતે કરે છે અસર?
નિષ્ણાતોનું કહેવું છે કે, 'અત્યાર સુધી સામે આવેલા મોટાભાગના ઓમિક્રોન કેસમાં ખૂબ જ માઇલ્ડ નેચરના રોગો સામે આવી રહ્યા છે. ઘણા કેસોમાં ફેફસામાં પેચેજ જોવા મળ્યા છે, પરંતુ અત્યારે કોઈ મોટું નુકસાન થયું નથી, આ શરૂઆતી ડેટા છે, આપણે તે જોવા માટે રાહ જોવી પડશે કે જો મોટી સંખ્યામાં કેસ આવે છે તો બધા માઇલ્ડ નેચરના જ હશે. ડેલ્ટામાં પણ શરૂઆતમાં એટલા સીરિયસ ડિજીજ જોવા મળ્યો ન હતા, પછી જ્યારે કેસની સંખ્યામાં વધારો થયો ત્યારે ગંભીર પ્રકારના કેસ વધુ સામે આવ્યા.


કોને સૌથી વધુ અસર કરે છે ઓમિક્રોન?
નિષ્ણાતોએ જણાવ્યું કે, 'આ વેરિએન્ટ દરેક વય જૂથ (Age Group) ને અસર કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાં બાળકોને પણ અસર કરી રહ્યો છે, પરંતુ શરૂઆતી ડેટાનું મૂલ્યાંકન કર્યા પછી, જાણવા મળ્યું કે અત્યાર સુધી જે પણ ગંભીર બીમારીઓ અને મૃત્યુ થયા છે તે ફક્ત રસી વગર (Unvaccinated) ના લોકોમાં જ જોવા મળ્યા છે. જો તમે રસી લીધી છે તો કદાચ તમને આ વેરિએન્ટ ઇફેક્ટ તો કરી શકે છે, પરંતુ વધુ ગંભીર બિમારી થશે નહી, તમે કદાચ ICU સુધી નહીં જાવ અને મૃત્યુની શક્યતાઓ નહિવત્ હશે. તેથી જ રસી સૌથી શક્તિશાળી શસ્ત્ર છે.

સાવધાન! આવી ગઇ Corona ની ત્રીજી લહેર, દિલ્હી-મુંબઇમાં શરૂ થયું Community Transmission


શું ઓક્સિજનની પણ પડી રહી છે જરૂર?
દેશમાં જ્યારે કોરોનાની બીજી લહેર આવી, ત્યારે લોકોએ કેવી રીતે ઓક્સિજનની અછતની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ઓક્સિજન કેટલી મહત્વની ભૂમિકા ભજવશે તેના પર ડૉક્ટર કહે છે, 'આ અત્યારે બહુ ઓછા કેસમાં થયું છે, પહેલા બે અઠવાડિયામાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે ઝીરો બરાબર છે અને કોઈનું મૃત્યુ થયું ન હતું. પછી ઈંગ્લેન્ડથી પ્રથમ ડેટ રિપોર્ટ થયો હતો, હવે અન્ય જગ્યાએથી મોતના સમાચાર આવી રહ્યા છે. આપણા દેશમાં જેટલા પણ કેસ નોંધાયા છે, તેમાં ખૂબ જ ઓછી સંખ્યામાં ઓક્સિજનનું લેવલ ઓછું અથવા મૃત્યુ થવાનું નોંધાયું છે. મોટાભાગના કેસો માઇલ્ડ છે, જેને ઘરે જ મેનેજ કરવામાં આવી રહ્યા છે, હોસ્પિટલમાં એડમિટ થઇ રહ્યા છે ફક્ત એક બે દિવસ માટે જઇને ઘરે આવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube