Nita and Tina Ambani: મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણી દરેકને પ્રેરણા આપે છે કદાચ એટલા માટે જ તેમને પ્રેરણાનો સ્ત્રોત પણ માનવામાં આવે છે. આ સાથે તમને જણાવી દઈએ કે કોકિલાબેન પોતાના નાના પુત્ર અનિલ અંબાણી સાથે રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, તમને જણાવી દઈએ કે જ્યારે મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર એન્ટિલિયા શિફ્ટ થયો ત્યારે કોકિલાબેન અંબાણીને પૂછવામાં આવ્યું હતુ કે તેઓ ક્યાં રહેશે. પછી તેમણે નક્કી કર્યું કે તેઓ નાના પુત્ર અનિલ અંબાણી સાથે રહેશે.



આ સાથે તમને જણાવી દઈએ કે ટીના અંબાણીના સોશિયલ મીડિયા પર કોકિલાબેન અંબાણીની તસવીરો ઘણી જોવા મળે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, કોકિલાબેનનું બોન્ડિંગ નાની વહુ ટીના અંબાણી સાથે કેટલુ મજબૂત હશે. 



આ પણ વાંચો:
Mahindra Scorpio લઈને ફરવા ગયેલા વ્યક્તિની ઈચ્છા પર ફરી ગયુ પાણી, જુઓ વીડિયો
LUXURIOUS BUNGLOWS: ટાટા, બિરલા અને અંબાણી આલીશાન બંગલા પરથી નથી હટતી લોકોની નજર
શું તમને PM કિસાન યોજનાના 2,000 રૂપિયા નથી મળ્યા? આ નંબર પર કોલ કરીને કરો ફરિયાદ


આ સાથે, ટીના અંબાણી જ્યારે પણ સોશિયલ મીડિયા પર કોઈ ફંક્શન અથવા ફેમિલી ફોટો શેર કરે છે, ત્યારે તેમાં કોકિલાબેન અંબાણી ચોક્કસ જોવા મળે છે. આ સાથે એક વખત તેણે એમ પણ કહ્યું હતું કે તેમની સાસુ તેને ખૂબ સારુ માર્ગદર્શન આપે છે અને મોટિવેટ પણ કરે છે.


ટીના અંબાણી એમ પણ જણાવે છે કે તેમની સાસુ તેમના માટે રોલ મોડલ છે અને તે ઘણી પેઢીઓ માટે શક્તિનો સ્ત્રોત પણ બની છે. તમને જણાવી દઈએ કે મોટાભાગે કોકિલાબેન અંબાણી તેમના નાના પુત્ર સાથે રહે છે.



કોકિલાબેન અંબાણી ક્યારેક એન્ટિલિયામાં મુકેશ અંબાણી સાથે રહે છે પરંતુ મોટાભાગનો સમય નાના પુત્ર અનિલ અંબાણી સાથે પસાર કરે છે.


આ પણ વાંચો:
અધિકારીઓ ફફડી ગયા! CM ભૂપેન્દ્ર પટેલે કરી ગાંધીનગરમાં આ કચેરીની સરપ્રાઈઝ વિઝિટ, પછી
સાત આતંકીઓને ફાંસીની સજા, એકને આજીવન કેદ, એનઆઈએ કોર્ટનો ચુકાદો

રાશિફળ 01 માર્ચ: આ જાતકોને આજે ગ્રહોનો વિશેષ સંયોગ ખુબ ફાયદો કરાવશે, સમૃદ્ધિ વધશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube