લોકસભા ચૂંટણી 2019: ભારતમાં સૌથી વધારે અને સૌથી ઓછા મતદાનની યાદીમાં કયું રાજ્ય
ભારતમાં ચૂંટણીને લોકતંત્ર પર્વ માનવામાં આવે છે. જેમાં લોકસભા ચૂંટણીને સૌથી મોટો પર્વ કહેવામાં આવ્યો છે. અને આ પર્વની સૌથી મોટી વિધિ છે મતદાન. મતદાનના મહત્વને જોતા ‘પહેલા મતદાન, પછી જલપાન’ જેવા નારા પણ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હી: ભારતમાં ચૂંટણીને લોકતંત્ર પર્વ માનવામાં આવે છે. જેમાં લોકસભા ચૂંટણીને સૌથી મોટો પર્વ કહેવામાં આવ્યો છે. અને આ પર્વની સૌથી મોટી વિધિ છે મતદાન. મતદાનના મહત્વને જોતા ‘પહેલા મતદાન, પછી જલપાન’ જેવા નારા પણ આપવામાં આવ્યા છે. કોઇ શહેરનો નાગરિક પોતાના અધિકારને લઇને કેટલો જાગરૂત છે આ વાતનો અંદાજો તે શહેરના મતદાનની ટકાવારી પર આધાર રાખે છે. ભારતીય બંધારણમાં નાગરિકોને પ્રાપ્ત અધિકારોમાંથી એક મતદાનનો અધિકાર છે.
લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...
બિહાર અને ઉત્તર પ્રદેશને રાજનીતિના મહારથી રાજ્ય માનવામાં આવે છે. પરંતુ તમે જાણીને ચોકી જશો કે મતદાનના અધિકારનો ઉપયોગ કરવામાં આ રાજ્ય સૌથી પાછળ છે. જે રાજ્યો પાછળ અથવા દૂર-દૂર માનવામાં આવે છે તે રાજ્યો મતદાનમાં મુખ્ય સ્થાન પર છે. 2014ના આંકડાની વાત કરીએ તો 87.91 ટકા મતદાનની સાથે નાગાલેન્ડ સૌથી વધુ મતદાન કરનાર રાજ્ય બન્યું છે. ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપનો નંબર આવે છે. જ્યાં મતદાન 86.62 ટકા નોંધાયું હતું. વધુમાં જુઓ સૌથી વધારે મતદાન કરનાર ટોપ 10 રાજ્યો અને સૌથી ઓછુ મતદાન કરનાર રાજ્યોની યાદી.
2014ના આંકડા અનુસાર સૌથી વધારે મતદાન કરના ટોપ-10 રાજ્યો
ક્રમ | રાજ્ય | મતદાન (ટકા) |
1 | નાગાલેન્ડ | 87.91 |
2 | લક્ષદ્વીપ | 86.6 |
3 | ત્રિપુરા | 84.92 |
4 | દાદર નગર હવેલી | 84.09 |
5 | સિક્કિમ | 83.64 |
6 | પશ્ચિમ બંગાળ | 82.22 |
7 | પુડુચેરી | 82.2 |
8 | આસામ | 80.12 |
9 | મણિપુર | 79.75 |
10 | અરૂણાચલ પ્રદેશ | 79.12 |
સૌથી ઓછૂ મતદાન કરનાર રાજ્ય
ક્રમ | રાજ્ય | મતદાન (ટકા) |
1 | જમ્મૂ એન્ડ કાશ્મીર | 49.72 |
2 | બિહાર | 56.26 |
3 | ઉત્તર પ્રદેશ | 58.44 |
4 | મહારાષ્ટ્ર | 60.32 |
5 | મધ્ય પ્રદેશ | 61.61 |
6 | મિઝોરમ | 61.95 |
7 | રાજસ્થાન | 63.11 |
8 | ગુજરાત | 63.66 |
9 | ઝારખંડ | 63.82 |
10 | હિમાચલ પ્રદેશ | 64.45 |