નવી દિલ્હી : આજે મહોર્રમ છે. આ દિવસે રોજ એ આશુરા પણ કહેવામાં આવે છે. આ દિવસે મુસ્લિમો જ નહી પરંતુ સમગ્ર વિશ્વનાં લોકોની આંખો ભીની થઇ જાય છે. 
અત્રે ઉલ્લેખનીય છેકે, 1400 વર્ષ પહેલા ઇરાકની ધરતી પર એક એવું યુદ્ધ લડવામાં આવ્યું હતું, જેને કર્બલાનું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. યઝીદનાં પથ્થર દિલ ફરમાનોતી ઇમામ હુસૈનની સાથે તેમનાં કાફલનાં ગણા લોકોએ આ યુદ્ધ લડ્યું હતું. જેમાં માત્ર મુસલમાન જ નહી પરંતુ હિંદુ બ્રાહ્મણો પણ હતા. તેમને હુસૈની બ્રાહ્મણનાં નામથી ઓળખવામાં આવે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ હતા હુસૈની બ્રાહ્મણ
શિયા મૌલવી જલાલ હૈદરી નકવી જણાવે છે કે, કર્બલાનાં યુદ્ધ યઝીદનાં જુલમની વિરુદ્ધ ઇમામ હુસૈને લડ્યું હતું. આ યુદ્ધમાં મુસલમાનોનો મોટો તબક્કો યઝીદની સાતે હતો, જે હક પર હતા તેઓ જ હુસૈની હતા. એવામાં ઇમામ હુસૈનનો સાથ આપવા માટે ભારતનાં બ્રાહ્મણો ગયા હતા. 

હુસૈની બ્રાહ્મણ મોહયાલ સમુદાયનાં લોકો હિંદુ અને મુસલમાન બંન્નેમાં હોય છે. હાલનાં સમયમાંહુસૈની બ્રાહ્મણ અરબ, કાશ્મીર, સિંઘ, પાકિસ્તાન, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી અને ભારતનાં અનેક હિસ્સાઓમાં રહે છે. આ લોકો 10 મુહર્રમ એટલે કે આજનાં દિવસે હુસૈનની શહાદતનાં ગમમાં માતમ અને મજલિસ પણ કરે છે. 

એટલે સુધી કે આ સમુદાયની ઘણી પ્રસિદ્ધ હસ્તિઓનાં નામ પણ જોડવામાં આવે છે. કહે છે કે ફિલ્મઅભિનેતા અને સાંસદ રહેલા સ્વર્ગીય સુનિલ દત્ત પોતે હુસૈની બ્રાહ્મણ હતા. ઉપરાંત ઉર્દુ લેખક કાશ્મીરી લાલ જાકીર, સાબિર દત્ત અને નંદકિશોર વિક્રમ પણ હુસૈની બ્રાહ્મણ સમુદાય સાથે જોડાયેલા નામ છે. 

પ્રોફેસર અસગર નકવી જણાવે છે કે પૈગમ્બર મોહમ્મદનાં સમયની વાત છે, જ્યારે સુનીલ દત્તનાં પુર્વજોને સંતાન નહોતા થઇ રહ્યા. તે સમયે તેઓ અલ્લાહનાં રસુલ પૈગમ્બર મોહમ્મદ પાસે પહોંચ્યા હતા. દત્ત પરિવારે પોતાની વાત કરતા કહ્યુ કે રસૂલ અમારા પરિવારમાં સંતાન નથી થઇ રહ્યા. આ સાંભળી નબીએ ઇમામ હુસૈનને કહ્યું કે, તમે તેના માટે પ્રાર્થના કરો. તે સમયે ઇમામ હુસૈન બાળક હતા અને તેઓ રમી રહ્યા હતા. હુસૈને પોતાનાં હાથ ઉઠાવીને ખુદાને દુઆ કરી. ઇમામ હુસૈનની દુઆ બાદ દત્ત પરિવારમાં પુત્રનો જન્મ થયો. ત્યારથી હુસૈની બ્રાહ્મણનાં નામથી આ લોકો ઓળખાય છે. 

કર્બલાનાં યુદ્ધમાં ઇમામ હુસૈનનો સાથ આપવા દરમિયાન હુસૈની બ્રાહ્મણો પણ શહીદ થઇ ગયા હતા. આ તે જ હુસૈની બ્રાહ્મણ હતા જેઓ હુસૈનની દુઆ બાદ તેમનો જન્મ થયો હતો. કહેવામાં આવે છે કે કર્બલાનાં યુદ્ધમાં ઇમામ હુસૈનની સાથે તેમનાં પરિવાર અને 72 સાથીઓ ઉપરાંત દત્ત પરિવારનાં 7 પુત્રો પણ શહીદ થયા હતા. 

હિન્દુસ્તાનનાં તમામ ધર્મોમાં હજરત હુસૈનને અકીદત અને પ્યારની પરંપરા રહી છે. કર્બલાનાં યુદ્ધમાં ઉદારવાદી માનવ સમાજને દરેક સમયમાં પ્રભાવિત કર્યો છે. આ જ કારણ છે કે ભારતીય સમાજમાં શહીદ માનવતા હજરત ઇમામ હુસૈનીની શહાદતનો શોક ન માત્ર મુસ્લિમ સમાજનાં લોકો મનાવે છે, પરંતુ હિંદૂ સમાજમાં પણ માનવતાનાં તે મહાન વ્યક્તિત્વ તે મહાન વ્યક્તિત્વનો શોક મનાવવામાં આવે છે. 

શ્રીનગરનાં ઇમામવાડામાં હજર ઇમામ હુસૈની મુંએ મુબારક હાજર છે, જે કાબુલથી લાવવામાં આવ્યા છે. હુસૈની બ્રાહ્મણો 100 વર્ષ પહેલા કાબુલથી આવ્યા હતા. અસગર નકવી કહે છે કે હુસૈની બ્રાહ્મણ દરદના ભટ્ટાચાર્યનાં વંશજો હતા. તેમનામાં આત્મસન્માન અને બહાદુરી ધરબી ધરબીને ભરવામાં આવી હતી. કર્બલામાં હુસૈનની શહાદતનાં સમાચાર સાંભળ્યા બાદ હુસૈની બ્રાહ્મણોએ 700 ઇમાં ઇરાક પહોંચ્યા અને ઇમામ હુસૈનનો બદલો લઇને પરત ફર્યા હતા. 

પ્રેમચંદનું પ્રસિદ્ધ નાટ કર્બલા સાચા અને ખોટા પરથી પડદો ઉઠાવે છે. અવધની મહોર્રમ હિન્દુ - મુસ્લિમ એકતા ગંગા - જમના તહજીબની એક  સુંદર અને પાકીજા મિસાલ રજુ કરે છે. સૈય્યદ અતહર હુસૈનીનાં અનુસાર લખનઉ ચોકમાં તો લગભગ દરેક હિંદુ ઘરમાં પહેલા જાજીયા રખાય છે. હજી પણ ઘણા હિંદુ ઘરોમાં તાજિએદારી થાય છે અને મિન્નતી તાજિએદારીનો રિવાઝ પણ છે.