નવી દિલ્હી : પંજાબના અમૃતસરમાં રવિવારે એક ધાર્મિક કાર્યક્રમમાં ગ્રેનેડ હુમલો કરાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા, અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ગ્રેનેડ એટેકે પંજાબને હચમચાવી મૂક્યું છે. જોકે, આ હુમલા બાદ અનેક સવાલો ઉભા થયા છે. આ એટેકને ખાલિસ્તાન સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. સમગ્ર પંજાબમાં એલર્ટ છે. કારણ કે, ધાર્મિક કાર્યક્રમ જે ડેરામાં યોજાઈ રહ્યો હતો, તે નિરંકારી ભવન કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિરંકારી ભવન અમૃતસરથી માત્ર 7 કિલોમીટરના અંતર પર છે. તો તે ઈન્ટરનેશનલ બોર્ડરથી માત્ર 20 કિલોમીટર જ દૂર છે. રવિવારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થાય છે. કદાચ હુમલાખોરોએ આ જ કારણે હુમલાને અંજામ આપ્યું તેવું કહેવાય છે. નિરંકારી શીખોનું જ એક સંપ્રદાય છે, જે જીવિત ગુરુઓ પર વિશ્વાસ રાખે છે. તેથી તે મુખ્યધારાના શીખ નથી કહેવાતા. 


જીવિત ગુરુઓ પર વિશ્વાસ રાખે છે નિરંકારી
નિરંકારી સમુદાયને રુઢિવાદી શીખો દ્વારા વિધર્મી માનવામાં આવે છે. કેમ કે, ગુરુ ગ્રંથ સાહિબ કરતા તેઓ જીવિત ગુરુઓ પર વિશ્વાસ રાખે છે. આ કારણે તેઓ કટ્ટરપંથીઓનું મુખ્ય નિશાન હોય છે. 13 એપ્રિલ, 1978માં જનરલ સિંહ ભિંડરાવાલાના નેતૃત્વમાં થયેલ એક હિંસામાં 13 લોકો માર્યા ગયા હતા. જેના બાદ ત્યારના અકાલ તખ્ત જાઠેદાર સાધુ સિંહે તમામ શીખોને નિરંકારી સાથે સંબંધ તોડવાનો ફરમાન આપ્યો હતો. તેમણે નિરંકારીઓને શીખ ધર્મમાંથી બહાર કરી દીધા હતા. પરંતુ હિંસાનો આ પડાવ રોકાયો નહિ. આ વચ્ચે શીખો બદલો લેવા માટે રણજીત સિંહ નામના એક કાર્યકર્તાના નેતૃત્વમાં 24 એપ્રિલ, 1980ના રોજ નિરંકારીના ગુરુ ગુરુબચન સિંહની હત્યા કરી હતી. આ બંને હિંસાઓમાં આરોપ ભિંડરાવાલા પર લાગ્યા અને તેમન સમર્થકો પર અનેક કેસ ચાલ્યા હતા. તેના બાદ પંજાબમાં આતંકવાદનો રક્તરંજિત ઈતિહાસ શરૂ થયો હતો. 


સવિંદર કૌર છે નિરંકારી મિશનના પ્રમુખ
1980માં નિરંકારી સંપ્રદાયનું નેતૃત્વ કરનારા બાબા હરદેવ સિંહનું 2016માં એક કાર અકસ્માતમાં કેનેડામાં મોત થયું હતું. તેમના મોત બાદ તેમની પત્ની સવિંદર કૌર નિરંકારી મિશનની પહેલી મહિલા પ્રમુખ હતી. તેમની દીકરી સુદીક્ષાને આ વર્ષે સંપ્રદાયની આધ્યાત્મિક પ્રમુખ પસંદ કરાઈ છે. 


નિરંકારી હુમલા બાદ પંજાબમાં ફેલાયુ હતુ ચરમપંથ
નિરંકારી સમાગમ પર થયેલા હુમલામાં હાલ અનેક થિયરી ચર્ચામાં છે. એક થિયરી શીખ ધર્મના આંતરિક સંઘર્ષની પણ છે. જેણે 1980ના દાયકમાં પંજાબને આતંકવાદની આગમાં નાખવાનું કામ કર્યું હતું. નિરંકારી મિશનની શરૂાત શીખ ધર્મની અંદર જ એક પંથના રૂપમાં થઈ હતી. 1929માં પેશાવર (હવે પાકિસ્તાનમાં)માં બૂટા સિંહે નિરંકારી મિશનની શરૂઆત કરી હતી. નિરંકારીઓએ શીખોના ગુરુગ્રંથ સાહિબને ગુરુ માનવાની પરંપરાનો બહિષ્કાર કરતા જીવિતને ગુરુ માનવાની વાત કહી હતી. ભાગલા બાદ દિલ્હીમાં નિરંકારીઓની ઓફિસ બનાવવામાં આવી હતી. બૂટા સિંહ, બાબા ગુરુવચન સિંહ, બાબા હરદેવ સિંહ, માતા સવિંદર હરદેવ અને માતા સુદીક્ષા નિરંકારીઓના 6 ગુરુ બન્યા હતા.


શીખોએ નિરંકારી ગુરુ અવતાર સિંહ દ્વારા રચિત અવતારવાણી અને યુગપુરુષ જેવી રચનાઓ પર શીખ ધર્મ અને શીખ ગુરુઓની આલોચના પર આરોપ લગાવ્યો હતો. શીખો અને નિરંકારીઓની વચ્ચે આ વિવાદ આગળ ચાલીને હિંસક બન્યો હતો. 1980ના દાયકામાં પંજાબ આતંકવાદના પ્રમુખ ચહેરા જનરલ સિંહ ભિંડરાવાલાનો પણ ઉદય થઈ રહ્યો હતો. ભિંડરાવાલાની ઓળખ શીખ કટ્ટરપંથીના રૂપમાં બની રહી હતી, અને તેમણે નિરંકારીઓનો ભરપૂર વિરોધ કર્યો હતો.