નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનાં મંત્રીઓ ધરણા કરી રહ્યા છે. આ મુદ્દે હાઇકોર્ટે તેમની ઝાટકણી કાઢી હતી. ભાજપનાં ધારાસભ્ય વિજેંદર ગુપ્તાની અરજી અંગે સુનવણી કરતા દિલ્હી હાઇકોર્ટે સોમવારે પુછ્યું કે, ધરણા પહેલા એલજી પાસેથી અનુમતી શા માટે માંગવામાં ન આવી. ગુપ્તાએ દિલ્હીનાં મુખ્યમંત્રી અને મંત્રીઓનાં ધરણાો અંત લાવવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે કહ્યું કે, આ કેસમાં સમાધાન થવું જોઇએ. આ મુદ્દે આગામી સુનવણી હવે 22 જુને થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી સરકારનાં વકીલે કોર્ટમાં તર્ક આપ્યો કે આઇએએસ અધિકારીઓની મીટિંગમાં ભાગ નહી લેવાની વાત પોતે સ્વીકારી છે. આ અંગે હાઇકોર્ટે કહ્યું કે, મુદ્દો એવો છે કે તમે ધરણા પર બેસી ગયા છો, જો કે તમારે ધરણા કરવાની પરવાનગી કોણે આપી ? તેનાં જવાબમાં દિલ્હી સરકારનાં વકીલે કહ્યું કે, આ કોઇનો વ્યક્તિગત્ત નિર્ણય છે. હાઇખોર્ટે તે અંગે પુછ્યું કે શું આ સંવૈધાનિક રીતે યોગ્ય છે ? 

હાઇકોર્ટે એલજીની ઓફીસમાં ધરણા આપવા મુદ્દે ખુબ જ આકરી ટીપ્પણી પણ કરી હતી. કોર્ટે કહ્યું કે, આ ઘરણા નથી, તમે કોઇની ઓફીસમાં ઘુસીને ધરણા ન કરી શકો. કોર્ટે તેમ પણ પુછ્યું કે, ઘરણાનો આ નિર્ણય વ્યક્તિ ગત્ત હતો કે પછી કોઇ કેબિનેટની મંજુરી બાદ લેવામાં આવ્યો .અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 8 દિવસથી કેજરીવાલ અને દિલ્હી સરકારનાં મંત્રી એલજી ઓફીસમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. 

બીજી તરફ એવા સમાચાર આવી રહ્યા છે કે, આગળની રણનીતિ અંગે ચર્ચા માટે અરવિંદ કેજરીવાલે પોતાનાં ઘરમાં એક મહત્વપુર્ણ બેઠક બોલાવી છે. બીજી તરફ ઉપવાસ કરવાનાં કારણે દિલ્હીનાં સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત રવિવારે બગડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.