જેમને શરીયત પર ભરોસો છે તેઓ પાકિસ્તાન જતા રહે : સાક્ષી મહારાજ
ભારત એક સંપુર્ણ લોકશાહી દેશ છે અને તે પોતાના સંવિધાન અનુસાર જ ચાલશે જેમને શરીયાના કાયદા જોઇતા હોય તેઓ પાકિસ્તાન જઇ શકે છે
ઉન્નાવ : પોતાના નિવેદનો મુદ્દે ચર્ચામાં રહેતા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા અને ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે રવિવારે શરીયત મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે પત્રકારો સાથે ચર્ચા કરતા જણાવ્યું કે ભારત વિશ્વનીી સૌથી મોટી લોકશાહી છે, દેશની વ્યવસ્થા દેશના સંવિધાન અનુસાર ચાલે છે માટે જેમને શરીયતની જરૂર હોય તેઓ પાકિસ્તાન જઇ શકે છે.
સાક્ષી મહારાજે જણાવ્યું કે, આ દેશમાં શરીયતની કોઇ જ જરૂર નથી. જે લોકોને ભારતના સંવિધાન પર વિશ્વાસ નથી તેમને ભારતમાં રહેવાનો પણ અધિકાર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા દેશના દરેક જિલ્લામાં શરીયત કોર્ટની રચના કરવા અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદથી આ મુદ્દા પર ઘણો વિવાદ થઇ ચુક્યો છે.
પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે સાક્ષી મહારાજ
ઉલ્લેખનીય છે કે સાક્ષી મહારાજ ડેરા સચ્ચા સોદાના રામ રહીમને દોષીત ઠેરવાયા બાદ કહ્યું હતુ કે કોર્ટે કરોડો ભક્તોની વાત નથી સાંભળી, માત્ર એક ફરિયાદીની જ વાત સાંભળી રહી છે. ભાજપ સાંસદે સીધો જ કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવ્યા હતા. ઉપરાંત બળાત્કારના દોષીત એક બાબાનુ સમર્થન કર્યું હતું. સાક્ષી મહારાજે કહ્યું હતું કે એક ફરિયાદ કરનાર વ્યક્તિ સાચો છેકે કરોડો ભક્તો. સાક્ષી મહારાજે તેમ પણ કહ્યું કે, કોર્ટે સીધા - સાદા રામ રહીમને બોલાવી લીધા, નુકસાન માટે કોર્ટ જવાબદાર છે.