નવી દિલ્હી: ભારતીય કંપની ભારત બાયોટેક દ્વારા વિક્સિત કરાયેલી કોવિડ રસી કોવેક્સી (Covaxin) નના ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામોને લઈને સારા સમાચાર આવ્યા છે. WHO ના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથન(Dr Soumya Swaminathan) એ ખુલાસો કર્યો કે તેના ફેઝ 3ના ટ્રાયલના પરિણામો સારા છે. તેના ડેટાની પ્રી સબમિશન મીટિંગ 23 જૂનના રોજ થઈ હતી અને ડેટા પેકેટને ભેગું કરાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Overall Efficacy ખુબ સારી
WHO ના ચીફ સાયન્ટિસ્ટે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે 'રસીની Overall Efficacy ખુબ વધારે છે. ડેલ્ટા વેરિઅન્ટ વિરુદ્ધ રસીની અસરકારકતા ઓછી છે પરંતુ આમ છતાં તે ખુબ સારી છે.' આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભારત બાયોટેક કોવેક્સીનને WHO ની મંજૂરી મળે તેની રાહ જોઈ રહી છે. 


Video: Mansukh Mandaviya વિશે Narendra Modi એ 9 વર્ષ પહેલા કરેલી 'ભવિષ્યવાણી' સાચી પડી, જાણો શું કહ્યું હતું?


સૌમ્યા સ્વામીનાથને એમ પણ કહ્યું કે અમે તે તમામ રસી પર બાજ નજર રાખીએ છીએ, જેમને ઈમરજન્સી ઉપયોગની સૂચિમાં જગ્યા મળી છે, અમે હંમેશા ડેટા શોધતા રહીએ છીએ. અત્રે જણાવવાનું કે ભારત બાયોટેકે ત્રીજા તબક્કાની ટ્રાયલના અધિકૃત પરિણામો જાહેર કર્યા છે. જેમાં આ રસી કોવિડ વિરુદ્ધ 77.8 ટકા પ્રભાવી જણાઈ છે. 


Pfizer-BioNTech ની રસીનો ત્રીજો ડોઝ જરૂરી!, કંપનીએ માંગી મંજૂરી


બ્રિટનથી લઈ શકીએ પ્રેરણા
સ્વામીનાથને એમ પણ કહ્યું કે દુનિયાના મોટાભાગના હિસ્સામાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. માત્ર અમેરિકાને બાદ ક રતા ક્યાંય પણ કોવિડથી થતા મોતમાં ઘટાડો થયો નથી. તેમણે એમ પણ કહ્યું કે ભારતે બ્રિટન જેવા દેશો પાસેથી પ્રેરણા લઈને બુસ્ટર શોટ્સ આપવાની યોજના બનાવવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube