નવી દિલ્હી: વર્લ્ડ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આખરે પોતાના એક રિપોર્ટને સુધારી છે જેમાં કહેવામાં આવ્યું હું કે, ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) કોમ્યૂનિટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં છે. તેમણે કહ્યું આ એક ભૂલના કારણે થયું હતું જેને હવે સુધારી લેવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારે આ સુનિશ્ચિત કર્યું છે કે, દેશમાં સામુદાયિક પ્રસાર હજુ સુધી શરૂ થયુ નથી.


WHOએ શુક્રવારના પ્રકાશિત COVID-19 પર પોતાના રિપોર્ટમાં ભૂલને સુધારો કર્યો છે અને કહ્યું કે, ભારત 'ક્લસ્ટર ઓફ કેસીસ'ની શ્રેણીમાં આવ્યું છે. ના કે કોમ્યુનિટી ટ્રાન્સ્મિશનના, જે ગુરૂવારના પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે એ પણ કહ્યું કે ભારતમાં હજુ સુધી કોઈ સામુદાયિક પ્રસાર થયો નથી અને કોરોના વાયરસના સંક્રમણનો દર ઓછો છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ, લવ અગ્રવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ગુરુવારના 16002 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર 320 કેસ કોરોના પોઝિટીવ આવ્યા છે. એટલે કે માત્ર 2 ટકા કેસ નોંધાયા છે. લેવામાં આવેલા સેમ્પલના આધારે અમે કહી શકીએ છીએ કે સંક્રમણનો દર વધારે નથી, જો કે, તે વધી રહ્યો છે.


તમને જણાવી દઇએ કે, WHOએ કોરોના વાયરસ ફેલાવવાના 4 કારણ બતાવ્યા છે. કોઈ કન્ફર્મ કેસ નથી, છુટા છવાયા કેસ, મામલાના સમૂહ અને સમુદાયિક પ્રસાર, સામુદાયિક પ્રસાદ એટલે કે કોમ્યૂનિટી ટ્રાંસમિશન જેનો અર્થ છે મોટા પ્રમાણમાં ફેલાવો થવો.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા 7447 સુધી પહોચી ગઇ છે. જેમાં 6565 સંક્રિય કેસ છે. 239 લોકોના મોત થયા અને એક દર્દી ફરાર છે. જ્યારે 642 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપી દેવામાં આવી છે.


­­­લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube