બટર ચિકન અને દાલ મખ્ખની શોધ કોણે કરી હતી? એવો વિવાદ થયો કે વાત પહોંચી કોર્ટમાં
Butter Chicken Dal Makhani : બટર ચિકન અને દાલ મખ્ખણી કોને બનાવી, આ મુદ્દો હવે સળગતો મુદ્દો બની ગયો છે. જેને લઈને કાયદાકીય લડત લડાઈ રહી છે. દિલ્હી હાઈકોર્ટમાં રાજધાનાના બે રેસ્ટોરન્ટ્સે આ ભારતીય વાનગીની શોધ માટે દાવા કર્યાં
Delhi News : બે પાડોશી, બે મુલ્ક, બે વ્યક્તિ વચ્ચેના વિવાદ કોર્ટ પહોંચતા હોય છે. પરંતુ બે વાનગીના વિવાદ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચતા જ મામલો ગરમાયો છે. રાજધાની દિલ્હીમાં એક રસપ્રદ કાયદાકીય લડત લડાઈ રહી છે. દિલ્હી હાઈકોર્ટમાં બે ભારતીય વ્યંજનને લઈને વિવાદ ઉઠ્યો છે. આ લડાઈ છે બટર ચિકન અને દાલ મખ્ખની માટે. આ લડાઈ છે મોતી મહલ અને દરિયાગંજ રેસ્ટોરન્ટ વચ્ચે. બંને રેસ્ટોરન્ટ બટર ચિકન અને દાખ મખ્ખનીની શોધને લઈને ટેગલાઈન યુઝ કરવા મુદ્દે આમને સામને આવ્યા છે. મોતી મહેલ પર આરોપ છે કે, દરિયાગંજ રેસ્ટોરન્ટ બંને રેસ્ટોરંટ વચ્ચે કનેક્શન હોવાનું કહીને ભ્રામક વાતો ફેલાવી રહ્યું છે.
બટર ચિકન અને દાલ મખ્ખણી કોને બનાવી, આ મુદ્દો હવે સળગતો મુદ્દો બની ગયો છે. જેને લઈને કાયદાકીય લડત લડાઈ રહી છે. દિલ્હી હાઈકોર્ટમાં રાજધાનાના બે રેસ્ટોરન્ટ્સે આ ભારતીય વાનગીની શોધ માટે દાવા કર્યાં છે. ટેગલાઈનનો ઉપયોગ કરવા માટે આ લડાઈ થઈ રહી છે. મોતી મહલે દરિયાગંજ રેસ્ટોરન્ટના માલિક પર કેસ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, દરિયાગંજ રેસ્ટોરન્ટ તેમની સાથે સંબંધ જોડીને ગ્રાહકોને ગુમરાહ કરી રહ્યું છે.
મળો આ માણસને, જેમણે IIT છોડ્યું, UPSC પાસ કરી 12 વર્ષ પછી IAS બનીને રાજીનામું આપ્યું
બાર અને બેન્ચના અનુસાર, આ કેસમાં કહેવાયું કે, દરિયાગંજ રેસ્ટોરન્ટ મોતી મહેલની સાથે ખોટી રીતે પોતાનું એસોસિયેશન દાખવી રહ્યું છે. મોતી મહેલની પહેલીબ્રાન્ચ દરિયાગંજમાં સ્થાપિત કરાઈ હતી.
કોર્ટમાં શું દલીલ કરાઈ
આ કેસની સુનવણી કરી રહેલા જસ્ટિસ સંજીવ નરુલાએ દરિયાગંજ રેસ્ટોરન્ટના માલિકોને એક મહિનાની અંતર લેખિત જવાબ દાખલ કરવા કહ્યું છે. બંને રેસ્ટોરન્ટ ચેન વર્ષોથી દાવો કરી રહી છે કે, તેઓએ બટર ચિકન અને દાલ મખ્ખણીની શોધ કરી છે.
હવે ઘર બેઠા ઓનલાઈન અંબાજીનો મોહનથાળનો પ્રસાદ મંગાવી શકશો, થઈ મોટી જાહેરાત
મોતી મહલ બંને વાનગીની શોધનું શ્રેય પોતાના સંસ્થાપક કુંદન લાલ ગુજરાલને આપે છે. તેમનું કહેવુ છે કે, ગુજરાલ વાનગીઓની સાથે પ્રયોગ કરવાની અનોખું ટેલેન્ટ ધરાવતા હતા. તેને કારણે આ ડિશ વિશ્વસ્તર પર ભારતીય વાનગીઓમાં ફેમસ બની ગઈ. મોતી મહલનો દાવો છે કે, એકવાર ગુજરાલ દુકાનની તંદુરી ન વેચાવાના કારણે ટેન્શનમાં હતી. તેથી તેમણે આ વાનગીની શોધ કરી હતી. તેનાથી બટર ચિકન રેસિપી બની હતી.
દરિયાગંજ રેસ્ટોરન્ટનો દાવો
તો બીજી તરફ, દરિયાગંજ રેસ્ટોરન્ટે દાવો કર્યો કે, કુંદન લાલ જગ્ગીએ આ વાનગીની શોધ કરી હતી. તેઓએ મોતી મહલના કેસને ખોટો ગણાવ્યો.
કોર્ટમાં દરિયાગંજનું પ્રતિનિધિત્વ કરનાર વકીલે તર્ક આપ્યો કે, મૂળ મોતી મહલ બંને પક્ષોના પૂર્વજો એટલે કે મોતી મહેલના ગુજરાલ અને દરિયાગંજના જગ્ગીની વચ્ચે પાકિસ્તાનના પેશાવરમાં જોઈન્ટ વેન્ચર હતું. હવે આ કેસની આગામી સુનાવણી 29 મેના રોજ થશે.
ગુજરાત પર કાળ બનીને ત્રાટકશે વરસાદ : જાન્યુઆરીના આ દિવસોમાં વરસાદની અંબાલાલની આગાહી