કોણ છે જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, જેને ભારતે મુંબઈ સેન્ટ્રલથી આપી લોકસભાની ટિકિટ
ઉજ્જવલ નિકમને ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ટિકિટ આપી છે. ઉજ્જવલ નિકમ જાણીતા વકીલ છે. તેમણે પ્રમોદ મહાજન મર્ડર કેસ અને અઝમલ કસાબ વિરુદ્ધ કેસ લડ્યો હતો.
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની 15મી યાદી જાહેર કરી... જેમાં ભાજપે એકમાત્ર ઉમેદવારના નામની જાહેરાત કરતાં વર્તમાન સાંસદ પૂનમ મહાજનની ટિકિટ કાપી... તો તેમના સ્થાને આતંકવાદી કસાબને ફાંસી અપાવનારા વકીલ ઉજ્જવલ નિકમને ટિકિટ આપી... ત્યારે ભાજપે કઈ બેઠક પરથી ઉજ્જવલ નિકમને મેદાનમાં ઉતાર્યા?... પોતાનું નામ જાહેર થયા પછી ભાજપના ઉમેદવારે શું કહ્યું?... જોઈએ આ અહેવાલમાં....
લોકસભાની ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે... જેમાં 190 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ત્યારે હજુ પણ 5 તબક્કામાં મતદાન બાકી છે... ત્યારે ભાજપે વધુ એક ઉમેદવારની યાદી જાહેર કરી... જેમાં મુંબઈ ઉત્તર મધ્યથી ઉમેદવારનું નામ જાહેર કરતાં બધાને ચોંકાવ્યા... કેમ કે પાર્ટીએ વર્તમાન સાંસદ પૂનમ મહાજનનું પત્તું કાપીને ઉજ્જવલ નિકમને ટિકિટ આપી.... પોતાનું નામ જાહેર થતાં ઉજ્જવલ નિકમે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે....
હવે તમારા મનમાં એમ થતું હશે કે ઉજ્જવલ નિકમ કોણ છે?... તો તે પણ જાણી લઈએ...
ઉજ્જવલ નિકમનો જન્મ મહારાષ્ટ્રના માલેગઢમાં થયો હતો...
તેમણે મહારાષ્ટ્રમાં B.SC અને પછી લોનો અભ્યાસ કર્યો...
તેમના પિતા દેવરાઓજી નિકમ પણ વકીલ હતા....
ઉજ્જવલ નિકમે આતંક અને ક્રાઈમ કેસમાં સરકારની પેરવી કરી....
1997માં ગુલશન કુમાર હત્યાકાંડમાં દોષીઓને સજા અપાવી...
મરીન ડ્રાઈવ વિદ્યાર્થિની દુ્ષ્કર્મ કેસમાં દોષીઓને સજા અપાવી...
આતંકી કસાબને ફાંસી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી....
35 વર્ષ કરતાં વધુ સમય સુધી વકીલાતની કામગીરી કરી....
628થી વધુ ગુનેગારોને આજીવન કેદ અને 37 લોકોને ફાંસી અપાવી...
અંડર વર્લ્ડની ધમકીના કારણે ઝેડ સિક્યોરિટી મળી...
અનેક વખત તેમને જાનથી મારી નાંખવાની મળી ચૂકી છે ધમકી...
મુંબઈ નોર્થ ઉત્તર બેઠક પરથી ટિકિટ કપાતાં વર્તમાન સાંસદ પૂનમ મહાજને ટ્વીટ કર્યુ કે...10 વર્ષ સુધી એક સાંસદના રૂપમાં મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા ક્ષેત્રની સેવાની તક આપવા માટે ભાજપ અને પ્રધાનમંત્રીજીનો આભાર. મને એક સાંસદ તરીકે નહીં પરંતુ એક પુત્રીની જેમ સ્નેહ આપવા માટે હું ક્ષેત્રની પરિવાર સમાન જનતાની હંમેશા સદૈવ ઋણી રહીશ. અને આશા રાખું છું કે આ સંબંધ હંમેશા જળવાઈ રહેશે. મારા આદર્શ, મારા પિતા સ્વર્ગીય પ્રમોદ મહાજનજીએ મને રાષ્ટ્ર પ્રથમ, પછી આપણેનો જે માર્ગ બતાવ્યો. હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે આજીવન તે માર્ગ પર ચાલી શકું. મારા જીવનની દરેક ક્ષણ હંમેશા આ દેશની સેવામાં સમર્પિત રહેશે.
મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પર ક્યારેય કોઈપણ પાર્ટીનો દબદબો રહ્યો નથી... કેમ કે અહીંયા ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ, શિવસેના અને આરપીઆઈના ઉમેદવાર પણ જીતવામાં સફળ રહ્યા છે... ત્યારે છેલ્લી 4 ટર્મના પરિણામો પર નજર કરીએ તો.
2004માં કોંગ્રેસના એકનાથ મહાદેવ ગાયકવાડનો વિજય થયો હતો... તેમને 49.80 ટકા મત સાથે કુલ 2 લાખ 56,282 મત મળ્યા હતા... તેમની શિવસેનાના મનોહર જોશી સામે 13,329 મતથી જીત થઈ હતી.
2009માં કોંગ્રેસના પ્રિયા સુનિલ દત્તનો વિજય થયો હતો... તેમને 48.05 ટકા મત સાથે કુલ 3,19,352 મત મળ્યા હતા... તેમની ભાજપના મહેશ જેઠમલાણી સામે 1,74,555 મતથી જીત થઈ હતી.
2014માં ભાજપના પૂનમ મહાજનનો વિજય થયો હતો... તેમને 56.61 ટકા મત સાથે કુલ 4,78,535 મત મળ્યા હતા... તેમની કોંગ્રેસના પ્રિયા દત્ત સામે 1,86,771 મતથી જીત થઈ હતી.
2019માં ફરી ભાજપના પૂનમ મહાજનનો વિજય થયો હતો... તેમને 53.97 ટકા મતની સાથે 4,86,672 મત મળ્યા હતા... તેમની કોંગ્રેસના પ્રિયા દત્ત સામે 1,30,005 મતથી જીત થઈ હતી.
ભાજપે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પર ઉજ્જવલ નિકમને ટિકિટ આપી છે... તો મહાવિકાસ અઘાડી પાર્ટી તરફથી વર્ષા ગાયકવાડ ચૂંટણી મેદાનમાં છે... આ સીટ પર 20 મેના રોજ મતદાન યોજાશે... ત્યારે એ જોવાનું રહેશે કે વકીલાતમાં અદભૂત સફળતા મેળવનાર ઉજ્જવલ નિકમ રાજકારણમાં સફળતા મેળવી શકે છે કે નહીં.