રાજસ્થાનમાં કોણ બનશે કોંગ્રેસનો ચહેરો, સામે આવી આ જાણકારી
એવામાં કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં સત્તા બચાવવા માટે તમામ પ્રયત્નો અને ઉપાયોને અમલમાં મુકવામાં આવશે. તેના માટે રાજ્યસભાની ચૂંટણી પુરી થાય તેની રાહ જોવામાં આવી રહી છે અને 10 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી બાદ કોઇપણ પ્રકારની અસમંજસની સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.
Congress leadership row in Rajasthan: કોંગ્રેસમાં રાજસ્થાન હોય કે ગુજરાત બધી જ જગ્યાએ ડઘા ચાલી રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર અને સંગઠન વચ્ચે બધુ જ બરોબર છે કે નહી તેને લઇને મોટાભાગે અનુમાન અને અટકળોનો દૌર ચાલતો રહે છે. પાર્ટીમાં વર્ચસ્વને લઇને લાંબા સમયથી ચાલી રહેલી લડાઇ વચ્ચે મોટા અપડેટ સામે આવ્યા છે કે આગામી વિધાનસભાની ચૂંટણી કોના નેતૃત્વમાં લડવામાં આવશે. તેનો ફેંસલો કોંગ્રે પાર્ટી આગામી 60 દિવસમાં કરી લેશે.
એવામાં કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં સત્તા બચાવવા માટે તમામ પ્રયત્નો અને ઉપાયોને અમલમાં મુકવામાં આવશે. તેના માટે રાજ્યસભાની ચૂંટણી પુરી થાય તેની રાહ જોવામાં આવી રહી છે અને 10 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી બાદ કોઇપણ પ્રકારની અસમંજસની સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે એટલે 2023 માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે. ત્યારે આ ચૂંટણીમાં મુખ્ય ચહેરો અશોક ગેહલોત હશે કે નહી તે જલદી જ નક્કી કરવામાં આવશે. પાર્ટી હાઇકમાન્ડનું માનવું છે કે રાજસ્થાનમાં પંજાબ જેવી સ્થિતિ સર્જાઇ તેવું ઇચ્છતી નથી જ્યાં તેમના નિર્ણયને અંતિમ ક્ષણો સુધી ટાળી દેવામાં આવ્યો હતો. એવામાં અશોક ગેહલોત અથવા સચિન પાયલોટ કોના નેતૃત્વમાં ચૂંટણી લડશે અથવા પાર્ટી સામૂહિક નેતૃત્વનો ફોર્મૂલા અપનાવે છે તે ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.
રાજસ્થાનમાં કોંગ્રેસ તરફથી સીએમનો ચહેરો કોણ હશે તેને લઇને અસમંજસની સ્થિતિ છે જે ટૂંક સમયમાં દૂર થઇ જશે. આ ઉપરાંત અશોક ગેહલોતના નેતૃત્વમાં ચૂંટણી લડવી કે પછી નેતૃત્વમાં ફેરફાર કરવો તે ટૂંક સમયમાં ખબર પડી જશે. આ નિર્ણય જલદી જ લેવામાં આવશે કારણ કે જેથી આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube