કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિંદબરમના પુત્ર કાર્તિ ચિદંબરમ (46)ને આઇએનએક્સ મીડિયા મની લોડ્રિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. આ પહેલાં ઘણીવાર સીબીઆઇ તથા ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. સીબીઆઇની સાથે સહયોગ ન કરવાના લીધે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં 16 ફેબ્રુઆરીના રોજ કાર્તિના ચાર્ટર્ડ એકાઉન્ટેટ એસ ભાસ્કરમનની દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગત અઠવાડિયે કાર્તિએ સમન વિરૂદ્ધ સ્ટે માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. બિઝનેસમેન અને કોંગ્રેસ નેતા કાર્તિ ચિદંબરમ તમિલનાડુમાં શિવગંગા જિલ્લા સાથે સંબંધ ધરાવે છે. તે ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટીના સભ્ય છે. પિતા પી ચિદંબરમ દેશના નાણામંત્રી અને ગૃહમંત્રી રહી ચૂક્યા છે. હાલ તે મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ છે. કાર્તિએ યૂનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી બિઝનેસ મેનેજમેન્ટ અને કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં લો ની ડિગ્રી મેળવી છે. અભ્યાસ પુરો કર્યા બાદ તેમણે બિઝનેસમેનના રૂપમાં કેરિયરની શરૂઆત કરી. 


2. જ્યારે 1990ના દાયકામાં પી ચિદંબરમે કોંગ્રેસ છોડીને તમિળ મનીલા કોંગ્રેસ બનાવી હતી તો કાર્તિએ તેના સભ્યના રૂપમાં જોડાઇને રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. પોતાના પિતાના મતવિસ્તારમાં તે તેમના ઇલેક્શન મેનેજર રહ્યા. 


3. 2014ની ચૂંટણીમાં પી ચિદંબરમે ચૂંટણી લડવાની ના પાડી દીધી તો તેમની જગ્યાએ કાર્તિએ ચૂંટણી લડી. જો કે તે હારી ગયા. 


4. આઇએનએક્સ મીડીયા લાંચ કેસ હેઠળ આ કંપનીને વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી) ક્લિયરન્સ આપવાના બદલામાં કાર્તિને 10 લાખ રૂપિયાની લાંચ આપવામાં આવી. તેના હેઠળ આઇએનએક્સે 2007માં 300 કરોડ પ્રાપ્ત કર્યા. તે સમયે પી ચિદંબરમ નાણામંત્રી હતા. સીબીઆઇના અનુસાર આ કામ માટે આઇએનકેસ મીડિયાએ 10 લાખ રૂપિયાના મેનેજમેંટ કંસલટેંસી ફર્મ એડવાંટેઝ સ્ટ્રેટજિક જંસલ્ટિંગ (પ્રાઇવેટ) લિમિટેડને આપ્યું. સીબીઆઇના અનુસાર પરોક્ષ રીત આ ફર્મનો કંટ્રોલ કાર્તિ પાસે હતો. આઇએનએક્સ મીડિયાના પ્રમોટર પીટર અને ઇંદ્રાણી મુખર્જી રહ્યાં છે. તે સમયે પુત્રી શીના વોરા મર્ડર કેસમાં જેલમાં બંધ છે. 


5. કાર્તિ ચિદંબરમ ટેનિસના ખેલાડી રહી ચૂક્યા છે. તે ઓલ ઇન્ડીયા ટેનિસ પ્લેયર એસોસઇએશન (આઇટીપીએ)ના સેક્રેટરી જનરલ છે. આ પહેલાં ચેન્નઇ ઓપન ઓર્ગેનાઇઝેશન કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે અને ઓલ ઇન્ડીયા ટેનિસ એસોસિએશનના પૂર્વ ઉપાધ્યક્ષ રહ્યાં છે.