Maa Kali Controversy: હાલના સમયે દેશમાં મા કાળીને લઈને વિવાદ વકર્યો છે, એવામાં તમામના મનમાં મા કાળી, તેમના રૂપ, તેમની પુજા-ઉપાસકો, મંદિરોને લઈને ઘણા લોકોને તેમના વિશે જાણવામાં જિજ્ઞાસા છે. ધર્મ-શાસ્ત્રોનું માનીએ તો મા કાળી, મા પાર્વતી અને મા સીતાનું રૌદ્ર અને ક્રોધિત રૂપ છે. તે ભગવાન શિવના રૂદ્રાવતાર મહાકાલના પત્ની છે. અસલમાં મા કાળી અને મહાકાલ બન્ને નિરાકાર રૂપમાં છે અને તેમના પિંડી રૂપની પુજા કરવામાં આવે છે પરંતુ આધુનિગ યુગમાં મા કાળીને રૂપ રંગ આપી દેવામાં આવ્યો અને હવે તેમના રૂપની પુજા સૌથી વધુ મંદિરોમાં કરવામાં આવે છે. જોકે, મા કાળીના પ્રાચીન મંદિરોમાં મૂર્તિ નહીં પિંડી રૂપની પુજા કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તામસિક દેવી છે મા કાળી
મા કાળી, ભૈરવ અને ભગવાન શિવને તામસિક દેવ કહેવામાં આવે છે. તેમાં મા કાળીની ઉત્પતિ ઘર્મની રક્ષા કરવા અને અસુરોનો વિનાશ કરવા માટે થયો. મા કાળીએ ઘણા રાક્ષસોનો વધ કર્યો, જેમાં મહિસાસુર, ચંડ અને મુંડ, ધમ્રાક્ષ, રક્તબીજ જેવા રાક્ષસોનો સમાવેશ થાય છે. તમને જણાવીએ કે મા કાળી તામસિક દેવી છે અને તેમના ઉપાસકોમાં પ્રમુખ આદિવાસી લોકો હોય છે, આથી તેમને માંસ, માછલી, વાઇન અને મુદ્રા (શેકેલું અનાજ) અર્પણ કરવાની પરંપરા રહી છે કારણ કે આદિવાસીઓ સામાન્ય રીતે ખેતી કરતા ન હતા, પરંતુ શિકાર કરતા હતા. આદિવાસીઓમાં નવરાત્રી વગેરે દરમિયાન મા કાળીનો ભોગ આપવાની પ્રથા પણ વધુ પ્રચલિત છે.


આ રાજ્યોમાં પૂજન કરવામાં આવે છે મા કાળી
પશ્ચિમ બંગાળ, પૂર્વીય ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ, ઓડિશા અને બાંગ્લાદેશના આદિવાસી વિસ્તારોમાં મા કાળી સૌથી વધુ પૂજાય છે. તાંત્રિકો પણ શક્તિઓ મેળવવા માટે મા કાળીની પૂજા કરે છે. તંત્ર ગ્રંથોની વાત કરીએ તો તેમાં મા કાળીના 9 સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ છે કાલી, દક્ષિણાકાલી, ઉગ્રકાલી, સ્મશાન કાલી, કામકલાકાલી, કંકાલી, રક્ત કાલી, શ્યામાકાલી અને વામા કાલી. આ ઉપરાંત દસ  મહાવિદ્યાઓમાં પ્રથમ મહાવિદ્યા પણ કાળી છે.


સૌથી વધુ લોકપ્રિય છે મા કાલીનું આ સ્વરૂપ 
શિવનું સ્વરૂપ મા કાળીના ચરણોમાં સૌથી વધુ પ્રચલિત છે. જ્યારે રક્તબીજ રાક્ષસને મારવા માટે મા પાર્વતીએ મા કાલીનું રૂપ ધારણ કર્યું ત્યારે મા કાલિએ યુદ્ધ દરમિયાન રક્તબીજનો વધ કર્યો. પરંતુ રાક્ષસના વધ પછી પણ માતા પાર્વતીનો ક્રોધ શમતો ન હતો, ત્યારે દેવતાઓના આહ્વાન પર શિવ તેમને રોકવા માટે સૂઈ ગયા અને માતા કાલિએ તેમના પર પગ મૂક્યો. પછી માતા કાલી શાંત થઈ ગયા. મા કાલી અને ભગવાન શિવનું આ સ્વરૂપ ઘણા મંદિરોમાં જોવા મળે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube