કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Maharashtra Assembly Election Results : મહારાષ્ટ્રમાં મહાયુતિની જાયન્ટ સફળતા બાદ હવે ચર્ચા શરૂ થઈ છે કે, કોણ મુખ્યમંત્રી બનશે... એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે જોરદાર ટક્કર
Maharastra News : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ મહાયુતિના પક્ષમાં આવ્યા. તેના પછી સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે? દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપે ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. પરંતુ શું તેમને મુખ્યમંત્રી પદ સુધીની ઉડાન મળશે ખરી?. શું શિવસેનાના શિંદે ફરીથી મુખ્યમંત્રીની ખુરશી સંભાળશે?
- મા કહે છે, મારી દીકરો CM બનશે
- દીકરો કહે છે, પિતાજી CM બનશે
- કાર્યકર્તા ઈચ્છે છે કે એકનાથ શિંદેને CM બનાવવા જોઈએ.
- પત્ની કહે છે, મારા પતિ CM બનશે
- તો પછી દીકરો, પિતા કે પછી પતિ.. કોણ બનશે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી?
દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન કર્યુ. જેનાથી એવી અટકળો શરૂ થઈ ગઈ છેકે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. એનસીપીના અજીત પવારની સાથે મળીને તેમણે સરકાર રચવાનો દાવો કર્યો અને રાજ્યપાલની સામે મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા. પરંતુ 80 કલાક ચાલેલી તે સરકારમાંથી વિદાય લેવી પડી ત્યારે તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે હું સમુદ્ર છું, પાછો જરૂર આવીશ. હવે દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર અને એકનાથ શિંદેની ત્રિપુટીએ કમાલ કરી દીધી અને રાજ્યમાં મહાયુતિનો પ્રચંડ બહુમત સાથે વિજય થયો છે. જેમાં ભાજપના ભવ્ય વિજયનો શ્રેય દેવેન્દ્ર ફડણવીસની મહેનતને જાય છે. કેમ કે...
- 34 વર્ષ પછી કોઈ પાર્ટી 130 બેઠકને પાર કરી શકી...
- મહારાષ્ટ્રમાં દર 10માંથી 8 બેઠક NDAની પાસે છે...
- NDAનો સ્ટ્રાઈક રેટ 80 ટકા રહ્યો...
જોકે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ભાજપ હાઈકમાન્ડ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવશે? દેવેન્દ્ર ફડણવીસ બાદ સૌથી મોટું નામ હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું છે, જેઓ શિવસેનામાંથી આવે છે. તેમના 9 સાંસદ કેન્દ્ર સરકારને સમર્થન આપી રહ્યા છે. અને વિધાનસભામાં તેમણે ઓછી બેઠકો પર લડવા છતાં 57 બેઠકો મેળવી છે. એટલે ગઠબંધનમાં હોવાના કારણે તે પણ મુખ્ય દાવેદાર છે. ગઈ વખતે ભાજપ પાસે 105 બેઠકો હોવા છતાં સરકાર બનાવવા માટે શિવસેનાના એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા હતા. અને દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનવું પડ્યું હતું. ત્યારે આ વખતે શું આ બંનેમાંથી કોઈ નામ આવશે કે પછી કોઈ સરપ્રાઈઝ નામ તેના પર બધાની નજર રહેશે.
મહારાષ્ટ્રમાં મતદારોએ કયા પક્ષને કેટલી બેઠક આપી તેની વાત કરીએ તો...
- ભાજપને 132 બેઠક...
- શિવસેનાને 57 બેઠક...
- NCPને 41 બેઠક...
- ઉદ્ધવ જૂથની શિવસેનાને 20 બેઠક...
- કોંગ્રેસને 16 બેઠક...
- શરદ જૂથની NCPને 10 બેઠક...
- સમાજવાદી પાર્ટીને 2 બેઠક...
- અને અન્યના ખાતામાં 10 બેઠક આવી....
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામ અનેક પાર્ટી માટે ઉતાર-ચઢાવ લઈને આવ્યા... જેમાં કેટલાંક રાજકીય નેતાઓએ પોતાની શાખ બચાવી લીધી તો કેટલાંક પરાજયનો સામનો કરવો પડ્યો... ત્યારે વીઆઈપી બેઠક પરના પરિણામો પર નજર કરીએ તો...
- નાગપુર દક્ષિણ-પશ્વિમ બેઠક પરથી નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો 39,710 મતથી વિજય થયો...
- મુખ્યમંત્રી એકનાથ શિંદેનો કોપરી-પચપખડી બેઠક પરથી 1 લાખ 20 હજાર 717 મતથી વિજય થયો...
- ઉપ મુખ્યમંત્રી અજીત પવારનો બારામતી સીટ પરથી 1 લાખ 899 મતથી વિજય થયો...
- કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણનો કરાડ બેઠક પરથી 39,355 મતથી પરાજય થયો...
- કોંગ્રેસના દિગ્ગજ નેતા નાનાભાઉ પટોલેનો અંતિમ તબક્કામાં સાકોલી બેઠક પરથી માત્ર 208 મતથી વિજય થયો...
- NCPના છગન ભુજબળે યેવલા બેઠક પરથી 26 હજાર 400 મતથી વિજય થયો...
- શિંદે જૂથની ટિકિટ પરથી લડી રહેલી શાયના એનસીનો મુંબાદેવી બેઠક પરથી 34 હજાર 844 મતથી પરાજય થયો...
- પૂર્વ કોંગ્રેસ નેતા અને શિંદે જૂથના સંજય નિરૂપમનો દિડોશી બેઠક પરથી 6182 મતથી પરાજય થયો...
- એનસીપીના મોટા નેતા નવાબ મલિકને માનખુર્દ-શિવાજીનગર બેઠક પરથી 39,279 મતથી પરાજયનો સામનો કરવો પડ્યો...
- વાંદ્રે ઈસ્ટ બેઠક પર એનસીપીના જીશાન બાબા સિદ્દીકીનો 11 હજાર 365 મતથી પરાજય થયો...
- વર્લી બેઠક પરથી ઉદ્ધવ જૂથની શિવસેનાના આદિત્ય ઠાકરેએ 8801 મતથી વિજય મેળવ્યો...
મહારાષ્ટ્રના પરિણામોએ રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા છે... જેણે મહાયુતિને બમ્પર જીત આપી છે.. જ્યારે મહાવિકાસ અઘાડીને કારમો પરાજય આપ્યો છે... ત્યારે એ જોવાનું રહેશે કે મહાયુતિની સરકાર કેવી રીતે મહારાષ્ટ્રને વિકાસના માર્ગે લઈ જાય છે...